Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

આરોગ્ય કેન્દ્રો - હોસ્પીટલો - મેડીકલ કોલેજમાં આઉટસોર્સિંગ લેવા ૩૦ સપ્ટેમ્બર સૂધી લંબાવાઇઃ આરોગ્ય વિભાગનો પરિપત્ર

સર્વિસ ચાર્જ પ ટકા રહેશેઃ પગારની ચૂકવણી બેંક મારફત કરવા તથા બોનસ-રજા પગાર- પણ સ્પે. એલાઉન્સ આપવા આદેશો

રાજકોટ તા. ર૭ : રાજયના આરોગ્ય કમિશ્નરે ગઇકાલે એક મહત્વનો પરિપત્ર બહાર પાડી આઉટસોસીંગ કરાર અંગે મેનપાવર બાબતે મહત્વના આદેશો કર્યા છે. પરિપત્રમાં ઉમેર્યું છે કે વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી મારફતે મેનપાવર આઉટસોર્સિંગ સેવાઓ લેવા માટે સંબંધિત એજન્સીઓની નિમણુંક કરવામાં આવેલ છે. જે સબંધિત એજન્સીઓ દ્વારા વિભાગીય નાયબ નિયામકશ્રીના તાબા હેઠળની સા.આ.કેન્દ્રો/પ્રા.આ.કેન્દ્રો/જિલ્લા હોસ્પિટલો/સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલો/મેડીકલ કોલેજ અને અન્ય તમામ સરકારી હોસ્પીટલોમાં પેરામેડિકલ/વહીવટવટી સ્ટાફ વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીશ્રીઓની સેવાઓ મેનપાવર આઉટસોર્સિંગ સેવાઓ મારફતે લેવામાં આવી રહેલ છે. આ સેવાઓ શરતોને આધીન રહી તા.૩૦/૯/ર૦ર૧ સુધી લંબાવવાની મંજુરી અપાઇ છે પરીપત્રમાં થયેલ આદેશ મુજબ આ સમયગાળા દરમિયાન કેડરોમાં સર્વિસ ચાર્જ પ % રાખવાનો રહેશે.આઉટસોસીંગ કર્મચારીઓના પગાર બાયોમેટ્રીક એટેન્ડર સિસ્ટમ પધ્ધતિથી હાજરી મુજબ કરવાના રહેશે. આઉટસોર્સ કર્મચારીઓના પગારની ચુકવણી બંેક મારફતથી કરવાની રહેશે. કર્મચારીશ્રીના ખાતામાં પગારની રકમ બોનસ, રજા પગાર, સ્પેશ્યલ એલાઉન્સ જમા કરાવવાના રહેશે. એજન્સીએ કર્મચારીશ્રીના ઇ.પી.એફ. ઇ.એસ.આઇ.સી. અને જી.એસ.ટી. ભરેલા ચલણની નકલ રજુ કરેથી તે રકમ અને સર્વિસ ચાર્જ પ% (પાંચ ટકા) ચુકવવાના રહેશે.આ આદેશથી આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ બંધ થશે. બોનસ, લીવ ઓન કેશ અને ડ્રેસ વોશિંગના નાણાં કર્મચારીઓને ચુકવાશે આ બાબતે આરોગ્ય કમિશ્નર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે.

(3:52 pm IST)