Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

RTE હેઠળ ધો. ૧માં ૭૩૪૯૯ બેઠકોની પ્રવેશ માટે પ્રથમ યાદી જાહેર

રાજકોટ, તા. ર૭ :  રાઇટ ટુ એજયુકેશન એકટ (RTE) એકટ અંતર્ગત ધો. ૧માં પ્રવેશ માટે કુલ ૧ લાખ ૪૯ હજાર અરજી મંજુર થઇ હતી તે આજે ધો. ૧ માં ૭૩૪૯૯ બેઠકોના પ્રથમ પ્રવેશ યાદી બહાર પડનાર છે. વાલીઓને એસએમએસની પ્રવેશ ફાળવણી અંગેની જાણ કરવામાં આવશે.  રાઇટ ટુ એજયુકેશન એકટ (RTE) એકટ અંતર્ગત ધો. ૧ માં પ્રવેશ માટે ૭૩૪૯૯ બેઠક પર આજે પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે. RTEમાં પ્રવેશ માટે ૧.૪૯ લાખ અરજી મંજુર થઇ છે. તે પૈકી પ્રથમ તબક્કાની પ્રવેશ યાદીમાં વિદ્યાર્થીઓને સ્કુલની ફાળવણી કરવામાં આવશે. વાલીઓને મેસેજ દ્વારા ફાળવણી અંગેની જાણ કરાશે. તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું.  RTE અંગેની કુલ અરજી પૈકી ૧પ હજાર અરજી રિજેકટ થઇ હતી. જયારે ૧૬ હજાર અરજી કેન્સલ થઇ હોવાનું જાણવા મળે છે. પ્રથમ તબક્કાની પ્રવેશ યાદી જાહેર થયા બાદ વાલીઓને પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેની મુદત અપાશે. ત્યારબાદ ખાલી પડેલી બેઠક માટે બીજા રાઉન્ડની કાર્યવાહી યોજવામાં આવશે. RTE અંતર્ગત ધો. ૧માં પ્રવેશ માટે ઓનલાઇન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. RTE ની ૭૩૪૯૯ બેઠક માટે વિભાગ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવાનગી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજયમાંથી કુલ ૧૮૧૧૬ર અરજી આવી હતી. આ અરજીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

(12:55 pm IST)