Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કચ્છ સરહદ પર બીએસએફ દ્વારા ભારે જામવડો ,સેન્ટ્રલ આઇબીની ચોક્કસ ઇનપુટ કે બીજું કંઇ ? ભારે સસ્પેન્સ

૧૫મી ઓગસ્ટ અંતર્ગત ગતિવિધિ તેજ કરી છે, ૬ આર્મી જવાનોને ડૂબતા બીએસએફ દ્વારા બચાવી લેવાયા છે, ગુજરાત ફ્રન્ટીયરના બીએસએફ વડા જ્ઞાનેન્દ્રસિંઘ મલ્લિકની 'અકિલા' સાથે વાતચીત

  રાજકોટ તા.૨૭,  સ્વાતંત્ર પર્વ પર ત્રાસવાદી હુમલાની ભિતી હોય કે આઇબી દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની ઇનપુટ મળી હોંય તેમ કચ્છ બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં જવાનોની સંખ્યા અચાનક વધી જવા સાથે પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર મૂકયું હોય તેમ ભારે હિલચાલ શરૂ થાય છે.

  ચીન અને લડાખ બોર્ડર પર પ્રવર્તતી તંગદિલી કે પછી જમ્મુ કાશ્મીરની ડ્રોન હુમલા સંદર્ભે ચોક્કસ રણ નીતિના ભાગરૂપે આ નિર્ણય થયો હોય તેમ સતાવાર રીતે ગુપ્તતા ખાતર ભારે મૌન સેવવામાં આવી રહ્યુ છે.

  ઉકત બાબતે જેમના આગમન બાદ બોર્ડર પર ભારે ચુસ્તતા અને એલર્ટ વધારવામાં આવ્યા છે તેવા ગુજરાત ફ્રન્ટીયરના બીએસએફ વડાં અને ગુજરાતના સિનિયર આઇપીએસ જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક્ક દ્વારા જણાવવામાં આવેલ કે સ્વતંત્ર પર્વ અને પ્રજાસતાક પર્વ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા આવી કાર્યવાહી સાવચેતીના ભાગરૂપે કરવામાં આવે છે, ખોટી અફવાઓ પર લોકો ધ્યાન ન આપે.

 'અકિલા' સાથેની વાતચીતમાં કચ્છ સરહદ અર્થાત્ કોરી ક્રિક વિસ્તારમાં આર્મીના ૬ જવાનો પેટ્રોલીંગમાં હતા તેવા સમયે બોટ ઊંધી વળી ગયેલ, જેમને બીએસએફ દ્વારા ડૂબતા બચાવી લેવામાં પણ સફળતા મળ્યાનું પણ ગુજરાતના બીએસએફ વડા જી.એસ.માલિક્ક દ્વારા વિશેષમાં જણાવવામાં આવેલ, આમ કચ્છ સરહદ પર બીએસએફ જામવડો જામ્યો હોવાની ચર્ચા ચોતરફ ચાલી રહી છે. બીએસએફ દ્વારા તાકિદે જાનના જોખમે થયેલ કાર્યવાહીથી આર્મી જવાનોના જાન બચી જવાની ઘટનામાં પ્રશંસનીય ફરજ બજાવનાર બોર્ડર સિકયોરીટી ફોર્સના જવાનોને તથા બચાવ કાર્યમાં જોડાયેલ ટીમને બીએસએફ વડા દ્વારા રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા.

(12:54 pm IST)