Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામમાં ભાજપ દ્વારા વિકાસ: 25 વર્ષ બાદ સ્ટ્રીટ લાઈટો નંખાતા અજવાળું પથરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા વાઘોડિયા ગામમાં 25 વર્ષના લાંબા સમય બાદ સ્ટ્રીટ લાઈટો નાંખતા ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો હતો.
વાઘોડિયા ગામમાં 25 વર્ષથી સ્ટ્રીટ લાઈટોના અભાવે અંધારપટ હતું, જેના કારણે ઘરફોડ ચોરી,સાપ કરડવા જેવા ભય હેઠળ ગ્રામજનો ફફડતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ કામોમાં આ ગામમાં સ્ટ્રીટ લાઈટો નંખાતા હવે અજવાળું પથરાયું છે અને ગ્રામજનો એ ભાજપના હોદેદારો ની આ કામગીરી બિરદાવી રહ્યા છે.
વાઘોડિયા ગામમાં ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,તાલુકા પ્રમુખ અરવિંદ ભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઇ વસાવા,ઉપ પ્રમુખ પાયલબેન દેસાઈ,નાંદોદ તાલુકા કિશાન મોરચાના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ,ગામના આગેવાનો, તથા ગ્રામજનોની ઉપસ્થિતમાં તા.25 જુલાઈના રોજ સ્ટ્રીટ લાઈટો પ્રગટાવી ગામમાં લાઈતોનો ઝગમગાટ થતા લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી.
 આ પ્રસંગે તાલુકા કિશાન મોરચા ના પ્રમુખ દિલીપસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલ ની કચેરી દ્વારા શરૂ થયેલી સરકારી યોજનાઓ માટેની વિના મૂલ્યે ઓનલાઈન માર્ગદર્શન સેવાની ગ્રામજનોને માહિતી આપી હતી.

(12:07 am IST)