Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

એક વૃદ્ધ દાદીએ ગુજરાતી ગરબાના ગીત પર સુંદર પર્ફોમન્સ આપ્યું : સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ

ગરબાનો VIDEO જોઈને સારા-સારા ડાન્સરોના ચહેરા પરના ઉઠ્યા હોશ: દાદીએ પીળા રંગની સાડી પહેરીને કોરિયોગ્રાફરની સાથે ખૂબ જ મસ્તીભર્યા અંદાજમાં ઢોલિડા ગીત પર ધૂમ મચાવી

ગુજરાતના લોકપ્રિય ડાન્સ ફૉર્મ ગરબા લોકોમાં જોશ ભરી દે છે અને ડાન્સ કરતી વખતે અલગ એનર્જી જોવા મળે છે. હાલમાં એક વૃદ્ધ મહિલા, જેને લોકો પ્રેમથી દાદી બોલાવી રહ્યાં છે. દાદીએ ગુજરાતી ગરબાના ગીત પર સુંદર પર્ફોમન્સ આપ્યું છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તમે જોઇ શકો છો કે એક વૃદ્ધ મહિલાએ ગરબાના ગીત પર એવી ધૂમ મચાવી કે જેને જોઇને તમને પણ મજા આવશે. દાદીએ પીળા રંગની સાડી પહેરીને કોરિયોગ્રાફરની સાથે ખૂબ જ મસ્તીભર્યા અંદાજમાં ઢોલિડા ગીત પર ધૂમ મચાવી. તેમણે એટલી એનર્જી સાથે ડાન્સ કર્યો કે જેને જોઇને સારા-સારા ડાન્સર્સના ચહેરાના રંગ ઉડી ગયા. યુઝર્સ દાદીના ડાન્સને જોઇને ખૂબ વખાણ કરી રહ્યાં છે

(12:33 am IST)