Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

યાત્રધામ અંબાજી મંદિરમાં તા. ૧ ના અષાઢી બીજથી દર્શન –આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્‍યો : હવે પછી મંદિરમાં ત્રણ ની જગ્‍યાએ બે વખત આરતી કરવામાં આવશે

બપોરે આરતી બંધ કરવા માં આવી છે

અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર માં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફારક રવામાં આવ્યો છે. જેથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે તેવી સગવડ માંટે અંબાજી મંદિરમાં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ હવે પછી અંબાજી મંદિર માં ત્રણ ( 3 ) વખત થતી આરતી અષાઢીબીજથી બે (2) વખત જ કરવામાં આવશે.

અંબાજી મંદિરમાં બપોરના સમયે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન-આરતીના સમયમાં પણ ફેરફાર થશે. જે અનુસાર સવારે મંદિર 10 . 45 કલાકે બંધ થતપં હતું તેના બદલે હવે 11 . 30 સુધી લંબાવાયો છે અને માતાજીની સાતે દિવસની સવારનાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શનનો લાભ ભક્તોને મળશે. ત્યાં જ અષાઢીબીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.

આરતી સવારે - 7.30 થી 8.00

દર્શન સવારે - 8.00 થી 11.30

બપોરે આરતી બંધ કરવા માં આવી છે

બપોરે દર્શન - 12.30 થી 16.30

સાંજે આરતી -19.00 થી 19.30

દર્શન સાંજે - 19.30 થી રાત્રીના 21.00 સુધી મંદિર ખુલ્લુ રહેશે.

જણાવી દઇએ કે,લકાયદા દ્વારા આંતકી હુમલાની ધમકી અપાયા બાદ આઈ.બી. ના ઇનપુટ અહેવાલના પગલે ગુજરાત રાજ્યની સરહદો ઉપર એલર્ટ અપાયું છે. જેના પગલે ગુજરાતના મોટા યાત્રધામોમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે, આ અંતર્ગત યાત્રાધામ અંબાજીમાં પણ જડબેસલાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. યાત્રાધામ અંબાજી ગુજરાત નહીં પણ દેશભરનું માનીતું શક્તિપીઠ છે. જ્યાં આ ધમકીના પગલે તમામ સુરક્ષા કર્મીઓને અલર્ટ કરી દેવાયા છે.

 

 

 

(11:45 pm IST)