Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

અમદાવાદમાં હવે મનપાને લગતી ફરિયાદોનો ઉકેલ આંગણીના ટેરવે :AMC ઓફિસે ધક્કા નહિ ખાવા પડે

મોબાઈલની મદદથી હવે પાલિકાને લગતી ફરિયાદ કરી શકાશે:પાલિકા દ્વારા નંબર જાહેર કરાયો

અમદાવાદમાં પાલિકા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનેની ફરિયાદોને લઈને લોકો એ.એમ.સી ઓફિસના ધક્કા ખાતે રહે છે. છતાંય કેટલાક વિસ્તારોમાં ગટરો ઉભરાવી,પાણી ન મળવું, તેમજ રોડ રસ્તાઓ ખરાબ હોવાની ફરિયાદોનું નિવારણ આવતું નથી. જેથી કરીને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળે છે. જેને ધ્યાને રાખી આવી સમસ્યાની ફરિયાદો કરવી સરળ રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ પાલિકા વ્યાપક ફરિયાદ નિવારણ સિસ્ટમ ચેટ સેવા શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષોથી અમદાવાદની એ.એમ.સી લોકોના હિતમાં કામગીરી કરી રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઉંચી કક્ષાએ શહેરી સેવાઓ નોંધપાત્ર રીતે પૂરી પાડવામાં દેશમાં ટોચની સર્વિસ પ્રોવાઈડર્સ કરે છે. ત્યારે આ તમામ સેવાઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક નવી સેવા શરૂ કરવામાં આવી છે. હાલ મોબાઈલથી જ તમામ કામ થઈ જતા હોય છે. એક ક્લીક કરતા જ ઘરના બિલ કે કોઈપણ લગતી માહિતી મળી જાય છે. ત્યારે અમદાવાદ પાલિકા દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આપણે અમદાવાદ પાલિકાને લગતી તમામ ફરિયાદો ફોનથી જ કરી શકાશે. અમદાવાદ પાલિકા દ્વારા ફરિયાદ નિવારણ સિસ્ટમ ચેટ માટે વોટ્સએપ નંબર 7567855303 જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ પાલિકા દ્વારા આ નંબર વિશે ફેસબૂકના માધ્યમથી લોકોને જાણકારી આપવામાં આવી હતી. આ નંબરની મદદથી શહેરના કોઈપણ ખૂણેથી આપણે ફરિયાદ કરી શકું છું.

આ નંબરને પોતાના મોબાઈલમાં સેવ કર્યા બાદ તેમાં હાઈનો મેસેજ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબતે સમગ્ર માહિતી આપે છે. આ નંબર પર હાઈનો મેસેજ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વ્યાપક ફરિયાદ નિવારણ સિસ્ટમ ચેટ સેવામાં તમારું સ્વાગત છે. તેમ અમદાવાદ પાલિકા દ્વારા મેસેજ કરવામાં આવે છે. ત્યારબાદ તમને તમારી ભાષા પસંદ કરવાનું ઓપશન આપવામાં આવે છે. તમારી ભાષા પસંદ કર્યા બાદ તમને બીજો એક મેસેજ મોકલવામાં આવે છે. જેમાં અમે તમારી સાથે જોડાઈને ખુશ છીએ તેમ કહીને તમને 3 ઓપશન આપવામાં આવે છે. જેમાં પહેલો ઓપશન ફરિયાદ નોંધાવો બીજો ઓપશન મારી ફરિયાદની સ્થિત અને ત્રીજો ઓપશન ફરિયાદ ફરી ખોલોનો હોય છે. મહત્વનું છે કે, તમે આમાંથી કોઈ ઓપશન પસંદ કરવા ન ઈચ્છતા હોય તો EXITનો મેસેજ કરતા તમે ચેટની બહાર નીકળી શકો છો.

(8:55 pm IST)