Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

શ્રી રાજે ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના મણીનગર ખાતે નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

મણીનગરમાં આવેલી સોસાયટીઓ, ફ્લેટ, ચાલીઓમાં ઘરે-ઘરે જઈ "પસ્તી દાન સે વિદ્યા દાન" અભિયાન અંતર્ગત ૨.૫ ટનથી વધારે પસ્તી એકત્રિત કરી ૧૦૦૦ થી વધારે બાળકો માટે એક-એક ડઝન ચોપડાની વ્યવસ્થા કરવામાં આવી

 (વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : છેલ્લા ત્રણ મહિનાથી શ્રી રાજે ફાઉન્ડેશન દ્વાર ૧૨૦ થઈ વધારે સ્વયંસેવકોના મદદથી મણીનગરમાં આવેલી સોસાયટીઓ, ફ્લેટ, ચાલીઓ માં ઘરે-ઘરે જઈ "પસ્તી દાન સે વિદ્યા દાન" અભિયાન અંતર્ગત ૨.૫ ટનથી વધારે પસ્તી એકત્રિત કરી ૧૦૦૦ થી વધારે બાળકો માટે એક-એક ડઝન ચોપડાની વ્યવસ્થા કરવામાં આવી હતી.શ્રી રાજે ફાઉન્ડેશન દ્વારા  દક્ષિણી સોસાયટી, મણીનગર ખાતે નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ માં સ્વામિનારાયણ મંદિર, હાથીજણનાં શ્રીજી સ્વમી વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. શ્રીજી સ્વામી જી દ્વારા "પસ્તી દાન સે વિદ્યા દાન" અભિયાનને શ્રમદાન સાથે સરખાવી ઉમદા કાર્ય માટે દરેક કાર્યકર્તાઓ ને અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા. શ્રી રાજે ફાઉન્ડેશનના સ્થાપક અને "પસ્તી દાન સે વિદ્યા દાન" વિચાર ના પ્રણેતા ચિરાગભાઈ શેટ્ટે એ અભિયાન ને સફળ બનાવવા ૧૨૦ સ્વયંસેવકોને  આનો શ્રેય આપતા અભિનંદન પાઠવ્યા અને આ "પસ્તી દાન" અભિયાન માં આહુતિ સ્વરૂપ પોતાનું યોગદાન આપનાર સૌ નો આભાર માન્યો હતો અને આમજ આગળ પણ સાથ સહકાર આપતા રહેશો તેની માટે અપીલ કરી હતી. તેમ શ્રી રાજે ફાઉન્ડેશનના ડાયરેક્ટર   રંજના સરકારે જણાવ્યું હતું.

(6:49 pm IST)