Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

વડગામ તાલુકાના છાપી હાઇવે પર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર બે શખ્સોની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી

વડગામ:તાલુકાના છાપી હાઇવે ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતા એક યુવક સાથે રવિવારે બે યુવકો દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હતું. પીડિત યુવકની ફરિયાદ આધારે ગણતરીના કલાકોમાં પોલીસે બન્ને યુવકોની અટકાયત કરી લીધી છે.

વડગામના છાપી હાઇવે વિસ્તારની એક સોસાયટીમાં રહેતા યુવકને નોકરી તેમજ રૂપિયા આપવાની બે યુવકોએ  લાલચ આપી યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.  પીડિત  યુવકે બન્ને યુવકો વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે છાપી પીએસઆઇ એસ.ડી. ચીધરીએ બન્ને યુવકોની ભાળ મેળવી અટકાયત કરી હતી. જ્યારે ભોગ બનનાર યુવકને  ધારપુર ખાતે આવેલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

(6:16 pm IST)