Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસ નિમિત્તે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા એમએસએમઈને સલામ કરવા #SalaamMSME બ્રાન્ડ કેમ્પેઈન સમર્પિત , મિલકતના સ્વીકાર્ય દાવાઓની પતાવટ કામકાજના 10 દિવસોમાં કરવાની ઓફર

• આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતાપ્રાપ્ત આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય એમએસએમઈને કરે છે સલામ

• અગ્રણી સામાન્ય વીમા કંપની દ્વારા સર્વેક્ષણના માત્ર દસ કામકાજના દિવસોમાં એમએસએમઈ માટે સ્વીકાર્ય મિલકતના દાવાઓના પતાવટ માટે ઑફર 

• કંપનીએ તેમના યોગદાનની નોંધ લેવાય તે માટે #SalaamMSME સાથે મલ્ટીમીડિયા કેમ્પેઈન પણ શરૂ કરી

મુંબઈ, તા. 27 જૂન, 2022: ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપનીઓ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય એમએસએમઈ ક્ષેત્રને સલામ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર આ ઉદ્યોગોના યોગદાનને માન્યતા આપવા માટે દર વર્ષે 27 જૂને આ દિવસની ઉજવણી કરે છે. સન્માનના પ્રતીક તરીકે, આ કંપનીએ એક મલ્ટીમીડિયા કેમ્પેઈન શરૂ કરી છે જેમાં એ મુદ્દાને મહત્વ આપવામાં આવ્યું છે કે એમએસએમઈ એ ભારતીય અર્થતંત્રનો અભિન્ન ભાગ છે અને તેના ધબકારને ઝીલે છે. આ કેમપેઇનનો મુખ્ય સંદેશ તેમની ઉદ્યોગસાહસિક ભાવનાને બિરદાવીને તેમને જોખમ વ્યવસ્થાપન માટેના વ્યાપક ઉકેલો પૂરા પાડીને તેમનું સશક્તિકરણ કરવા પર છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એમએસએમઈ-કેન્દ્રિત ઓનલાઈન વીમા પ્લેટફોર્મની પણ શરૂ કર્યું છે. (sme.icicilombard.com).

કંપનીએ આ ક્ષેત્રનો સઘન અભ્યાસ દ્વારા તેની કામગીરી, સમસ્યા અને જોખમને સમજવાનો પ્રયાસ કર્યો છે. આ અભ્યાસ દ્વારા તેને એમએસએમઈનો જોખમ વિશેની ધારણા, વીમાની જાગૃતિ, તે વિશેની જરૂરિયાત, વીમા ખરીદવા માટેના કારણો અને તેની ખરીદીને નિર્ણયને પ્રભાવિત કરતા પરિબળોને સમજવા સહિતના વિવિધ પાસાઓની આંતરદૃષ્ટિ મેળવી છે. આ અહેવાલમાં ઉત્પાદન, વેપાર અને સેવાના નોંધપાત્ર પેટા-ક્ષેત્રો, જેવા કે બીએફએસઆઈ અને આઈટીઈએસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભ્યાસના તારણો કેટલાક મહત્વના મુદ્દાને પ્રકાશમાં લાવે છે જેમ કે ડિજિટલ વીમા પોલિસી ખરીદવામાં એમએસએમઈને નડતી સમસ્યા અને ધંધાકીય વીમા પોલિસી ખરીદવા માટેના મુખ્ય અવરોધ તરીકે ક્લેઈમની પતાવટમાં લાગતા સમયનું અનુમાન.

એમએસએમઈ એકમોની આ જરૂરિયાત પૂરી કરવા અને આ દિવસનું મહત્વ પ્રસ્થાપિ કરવા માટે, કંપનીએ એમએસએમઈ અને સ્ટાર્ટ-અપ્સ માટે ઝડપી ક્લેમ સેટલમેન્ટને સક્ષમ કરવા માટે પોતાની આ પ્રકારની પ્રથમ સેવા રજૂ કરી છે. તેના દ્વારા, હવે વ્યવસાયોને તેમના સ્વીકૃત પાંચ લાખ રૂપિયા સુધીના મિલકત અને દરિયાઈ દાવાઓની પતાવટ સર્વેક્ષણના દસ કાર્યકારી દિવસોમાં કરવાની ઓફર થશે. કંપની ઝડપી નિર્ણય લઇને દાવાઓની ચૂકવણીમાં મદદરૂપ થવા માટે અત્યાધુનિક એઆઈ અને મોટા ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરે છે. આ અનોખી સુવિધાને કારણે એમએસએમઈ સાહસિકો તેમના વ્યવસાયને કોઈ પણ દુર્ઘટનાથી ઉદ્ભવતી અનિચ્છનીય પરિસ્થિતિઓને સંભાળી શકશે તથા તેમને વ્યવસાયને અવિરતપણે ચાલુ રાખવા માટે મુશ્કેલી-મુક્ત, ડિજિટલ સેવાનો અતૂટ લાભ મળશે.

આ અહેવાલમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે એમએસએમઈ કેવી રીતે દરરોજ 3-4 કલાક મોબાઈલનો ઉપયોગ કરે છે. તેમાં ડિજિટાઈઝેશનની જરૂરિયાત અને વીમા પોલિસીની ઉપલબ્ધી પણ ઉલ્લેખી છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ડિજિટલ પ્લેટફોર્મ (sme.icicilombard.com) ઓફર કરનારી પ્રથમ સામાન્ય વીમા કંપની છે. તે એમએસએમઈ સાહસિકોને વ્યવસાયિક વીમા પોલિસી ઑનલાઇન ખરીદવા અથવા તેને રિન્યૂ કરવા અને તેમના વીમાના દાવાઓની નોંધણી કરવાની સુવિધા આપે છે. આ પ્લેટફોર્મ દ્વારા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ (જીએચઆઈ), દરિયાઈ વીમો, જવાબદારી વીમો, એન્જિનિયરિંગ વીમો, વર્કમેનનું વળતર, ડૉક્ટર્સ માટે પીઆઈ, અને મિલકત વીમા પ્રોડક્ટ્સ સહિતની વ્યાપક વ્યવસાય વીમા પોલિસીનો ગુલદસ્તો ઓફર કરવામાં આવે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ આ વિષે કહ્યું કે,

“એમએસએમઈ એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તાજેતરમાં અભૂતપૂર્વ પડકારો સામે ટક્કર ઝીલીને પણ તેણે જબરદસ્ત પ્રતિકારક્ષમતા દર્શાવી છે. આ ક્ષેત્ર દેશના જીડીપીમાં એક તૃતિયાંશ ભાગનું યોગદાન આપે છે તે હકીકતને ધ્યાનમાં રાખીને, અમે તેમની પ્રતિકારક્ષમતા અને સાહસની ભાવનાને સલામ કરીએ છીએ. તેની ઉજવણીના ભાગરૂપે કરવા #SalaamMSMSE અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા અમારે એમએસએમઈના મહત્ને અને સમાજમાં નાના વેપારીની સમાજ ઉપરની અસરને ઉજાગર કરવા છે. એક કંપની તરીકે અમે હંમેશા નવીન અને અદ્યતન ડિજિટલ સોલ્યુશન્સની રજુઆત દ્વારા અગ્રણી રહ્યા છીએ. આ ક્ષેત્રને વીમા પોલિસીની ઓનલાઈન અવિરત અને મુશ્કેલી વિનાની ખરીદીની ઓફર કરનારા અમે સૌપ્રથમ છીએ એટલું જ નહીં, અમને એ જણાવતા પણ આનંદ થાય છે કે વીમા યાત્રાની તેમની 'સત્યની ક્ષણ'માં, અમે ફક્ત 10 દિવસમાં દાવાની પતાવટ ઓફર કરી રહ્યા છીએ.”

એમએસએમઈ એ એક એવું ક્ષેત્ર છે જે સરકાર, તેની વિવિધ યોજનાઓના સહારે અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનના સંદર્ભમાં સર્વસમાવેશક વિકાસ સાધવા માટે તત્પર છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સંશોધન નવીનતાસજ્જ નાણાકીય ઉત્પાદનો વડે આ આશાસ્પદ ક્ષેત્રને અંતિમ છેવાડાના વિસ્તારો સુધી મદદ માટે તૈયાર છે.

(5:40 pm IST)