Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

એ સમયે અનેક મુશ્‍કેલીઓ સામે ઝઝુમી જગન્નાથજીની યાત્રા યોજવામાં આવેલી

તંત્રીશ્રી,

એક સમયે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોમી તોફાનો ફાટી નીકળતા સરકારે એક બે વર્ષ માટે જગન્નાથજીની રથયાત્રા પર પ્રતિબંધ મુકી દીધો હતો. પરંતુ રાજકોટમાં સંઘ અને વિહિપના આગેવાનો ચીમનભાઇ શુકલ અને પ્રવિણભાઇ મણીયારે રાજકોટમાં રથયાત્રા નિકળીને જ રહેશે તેવો લલકાર ફેંકયો હતો. જેની મુખ્‍ય જવાબદારી હરીશભાઇ ખંભાયતાને સોંપવામાં આવેલ. ૧૯૮૫-૮૬ ના સમયની આ વાત છે. આદર્શ મંડપ સર્વીસવાળા સેવારામ બાપુ પાસે જીપમાં પાંચ ઘોડા ફીટ કરેલો એક રથ હતો. જેમાં ભગવાન જગન્નાથજીની પ્રતિમા બેસાડી રથને સુશોભિત કરાયો. વજુભાઇ વાળાના હસ્‍તે આ રથયાત્રાને પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યુ. રથયાત્રા લાખાજીરાજના બાવલા પાસે પહોંચતા પોલીસ અને સુરક્ષા દળો આવી પહોંચ્‍યા. પરંતુ સંઘ અને વિહિપના કાર્યકરોએ સાફ સાફ કહી દીધેલ કે કા યાત્રા આગળ વધશે કા અમારા માથા ઉતરશે. યાત્રા ધીરે ધીરે આગળ વધી. ફરી ધર્મેન્‍દ્ર રોડ કાપડ માર્કેટ પાસે યાત્રા પહોંચતા પોલીસ અને એસ.આર.પી.એ અટકાવ્‍યા. હરીશભાઇ ખંભાયતા ખુદ રથના ડ્રાઇવર તરીકે સેવા આપી રહ્યા હતા. ઘર્ષણ થયુ અને અને કાર્યકરો ઘવાયા. ૪૦૦ કાર્યકરોની અટકાયત કરવામાં આવી. અંતે સમાધાનકારી રસ્‍તો કાઢવામાં આવ્‍યો. રથને પંચનાથ મંદિરમાં લઇ જઇ ત્‍યાં યાત્રા પુર્ણ કરવી. આમ એ સમયની રાજકોટમાં નિકળેલ ભગવાન જગન્નાથજીની યાત્રા ઐતિહાસીક બની ગઇ. (૧૬.૨)

 - મિહીરભાઇ હરીશભાઇ ખંભાયતા મો.૯૫૭૪૭ ૭૦૨૯૯

(4:45 pm IST)