Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

રાજપીપળા ST ડેપોમાથી CMનાં કાર્યક્રમમાં બસો મોકલતા બસોના અભાવે મુસાફરો અટવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોમાથી અવાર નવાર સરકારી કાર્યક્રમોમાં બસો જતા મુસાફરો માટે ઉપાડતા રૂટ બંધ થતાં ભારે હાલાકી થઈ રહી છે છતાં સરકાર નાં પેટનું પાણી હાલતું નથી એક તરફ એસટી અમારી સલામત સવારીનું સૂત્ર મુકાઈ છે ત્યારે બીજી તરફ સરકારી કાર્યક્રમોમાં જતી બસો જાણે મુસાફરોની તકલીફ વધારવા હોય તેમ લાગે છે
આજે મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે રાજપીપળા ડેપોમાથી બસો ઝગડીયા મોકલાતા રાજપીપળા થી ઉપડતાં કેટલાય સિડયુલ રદ કરાતા મુસાફરો ન અટવાઈ તેના માટે ડેપો સત્તાધીશો દ્વારા સૂચના માટે બોર્ડ મુકાયું છે છતાં બહારથી આવતા જતા અજાણ મુસાફરો બસનાં ભરોસે ડેપો માં આવતા તેઓ બસ વિના તકલીફ માં મુકાયા હતા

(10:46 pm IST)