Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વડોદરાના નવાબજારમાં જાહેર રોડ પર બે ભાઈઓ વચ્ચે નજીવી બાબતે મારામારી થતા ગુનો દાખલ

વડોદરા: નવાબજારમાં આવેલી હાર્ડવેરની દુકાનના ભાગ બાબતે જાહેરમાં મારામારી કરતા બે ભાઇઓની સિટિ પોલીસે ધરપકડ કરી છે.

સિટિ પોલીસની શી ટીમને પોલીસ કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે,મંગળબજાર પાછળ નવાબજારમાં  એક  દુકાનમાં ઝઘડો ચાલે છે.જેથી,પોલીસની ટીમે સ્થળ પર જઇને તપાસ કરતા જાહેરમાં મારામારી કરતા પ્રતિક બળવંતભાઇ મકવાણા (રહે.નૂતન સૌરભ સોસાયટી,હરણી રોડ) તથા તેનો ભાઇ સંદિપ (રહે.ક્ષમા  હાઇટ્સ,માંજલપુર) મળી આવ્યા હતા.પોલીસે જાહેરમાં મારામારી કરતા બે ભાઇઓ સામે બખેડાનો કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના જણાવ્યા અનુસાર,બંને ભાઇઓ વચ્ચે દુકાનના ભાગ બાબતે તકરાર હતી.

(7:08 pm IST)