Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વડોદરા:બહેનને ગાળો આપનાર બનેવીની સાળાએ હત્યા કરી નાખતા ગુનો દાખલ

વડોદરા: સાવલી તાલુકાના સાદરા ગામમાં રહેતો દિપક રમેશભાઈ પરમાર ગઈ રાત્રે ઊંઘતો હતો ત્યારે તેની કાલોલ તાલુકાના કલોલ ગામ ખાતેની સાસરીમાં રહેતો સાળો હિતેશ ઉર્ફે જીભો સામંતસિંહ પરમાર અને તેની માસીનો દીકરો અજીત દિલીપ પરમાર બંને ઘેર આવ્યા હતા અને તું મારી બેનને ફોન પર ગાળો કેમ આપે છે તે બાબરી પૂરી થયા પછી ઘેર આવશે તેમ કહી દિપક સાથે ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાટમાં આવીને હિતેશે પેન્ટના ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી દિપકના શરીર પર ઉપરા છાપરી ઘા મારી તેની હત્યા કરી હતી. બૂમાબૂમ થતા લોકો ભેગા થઈ જવાથી બંને બાઈક ઉપર ભાગી ગયા હતા. સાવલી પોલીસે બનેવીની હત્યા કરનાર સાળા સહિત બે સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(7:00 pm IST)