Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વડોદરાના કલાલી વિસ્તારમાં ભજીયા માંગતા ગ્રાહકને લારીધારકે ફટકારતા ગુનો દાખલ

વડોદરા:શહેરના મુજમહુડા વિસ્તારમાં રહેતા અમરભાઈ ભાલીયા રેડીમેડ કપડાનો વેપાર કરે છે. તેઓએ કલાલી ખિસકોલી સર્કલ પાસે ઉભેલા લારીવાળા પાસે ભજીયાની માંગણી કરતા ઝઘડો થતા લારી વાળાએ હુમલો કર્યો હતો. વેપારીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે હું ખિસકોલી સર્કલ પાસે ગોકુલ નગર ખાતે માતાજીના હવનમાં ગયો હતો. જ્યાં નજીકમાં ભજીયાની લારી ધરાવતા આકાશ બાબુલાલ ભાલીયા (રહે - ગોકુળ નગર ) ભજીયા બનતા હોવા છતાં ના પાડતા બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આકાશ ભાલીયાએ લારીમાં રાખેલ લોખંડના સળીયા વડે મારી ઉપર હુમલો કર્યો હતો. જેમાં મને માથાના તથા હાથના ભાગે ઈજા પહોંચતા સંબંધીએ મને હોસ્પિટલ ખસેડ્યો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે માંજલપુર પોલીસે આરોપી સામે મારામારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:58 pm IST)