Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

બુધ-ગુરુ મધ્ય-દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી

અમદાવાદ-ગાંધીનગરમાં વાવાઝોડા સાથે વરસાદની શકયતા

અમદાવાદ:બુધવારથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ અને રાજ્યમાં તોફાની પવન સાથે માવઠું થવાની આગાહી છે. આ સમાચાર રાજ્યના ખેડૂતો માટે વધુ એકવાર માઠા સમાચાર બની રહેવાના છે. રાજ્યમાં 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. 

 

દક્ષિણ ગુજરાતમાં 29 માર્ચે વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. 29-30 માર્ચે અમદાવાદ, ગાંધીનગરમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે. વધુ એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. ગુજરાતમાં ક્યારેય ન જોવા મળ્યું હોય તેવો વાતાવરણનો પલટો છેલ્લાં કેટલાક વર્ષોથી જોવા મળી રહ્યો છે. ક્યારે વરસાદ આવે, ક્યારેય ગરમી પડે અને ક્યારે ઠંડી પડે કંઈ કહેવાય નહિ. 

 

હવે એવી સ્થિતિ છે કે લોકોને વેધર રિપોર્ટ જોઈને ઘરની બહાર નીકળવુ પડે છે. અથવા તો હવામાનની આગાહી વાંચીને ક્યાંક બહાર જવાનુ પ્લાનિંગ કરવું પડે છે. આવામાં અત્યાર સુધી તો ગુજરાતમાં કમોસમી વરસાદે ત્રાસ ગુજાર્યો હતો. પરંતુ હવે ગુજરાતમાં ક્યારેય જોવા ન મળ્યું હોય તેવુ વાતાવરણ જોવા મળશે. હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. 

 

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાશે. 29 માર્ચથી ફરી તોફાની પવન સાથે માવઠું વરસી શકે છે. આ થંડર સ્ટ્રોમની આગાહી છે.

(6:31 pm IST)