Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ભ્રષ્‍ટાચાર સામે ઝુંબેશઃ બે વર્ષમાં ૩૪૯ ગુન્‍હાઃ કુલ પ૪૧ આરોપીઓ

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૭: રાજયમાં એ.સી.બી. દ્વારા અધિકારી/કર્મચારીઓ વિરૂધ્‍ધ નોંધાયેલા ગુના અંગે સભ્‍યશ્રી ચિરાગકુમાર પટેલ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્‍નના ઉત્તરમાં રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧/૧ર/રર ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૩૪૯ જુદા જુદા સંવર્ગના અધિકારીઓ/કર્મચારીઓ સામે ગુનાઓ નોંધવામાં આવ્‍યા છે.

આ ગુનાઓમાં કુલ પ૪૧ આરોપીઓની સંખ્‍યા છે. આ ગુનાઓમાં તા. ૩૧/૧ર/રર ની સ્‍થિતિએ કુલ ૩૧ આરોપીઓને પકડવાના બાકી છે. જે આરોપી પકડવાના બાકી છે તેમને બને તેટલા ઝડપથી પકડી પાડવામાં આવશે. આ સરકાર એક પણ ભ્રષ્‍ટાચારી અધિકારી/કર્મચારીને છોડવા માંગતા નથી. ભવિષ્‍યમાં આવા ગુનાઓ ન બને તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે.

આમા અગત્‍યની વાત એ છે કે કુલ ૧૯ર વચોટીયાઓ વિરૂધ્‍ધ ગુનો નોંધવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

(3:53 pm IST)