Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ચૂંટણીના માહોલમાં દાહોદમાં દારૂની રેલમછેલ : શરાબ સેવનનો વિડિઓ વાયરલ થતા પોલીસતંત્ર સફાળું જાગ્યું

લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષકને તપાસ સોંપાઈ: આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહીનો દાવો

દાહોદમાં દારૂની રેલમછેલનો મીડિયાના અહેવાલ આવ્યા બાદ દાહોદ જિલ્લામાં શરાબ સેવનના કથિત વિડીઓ બાબતે પોલીસ તંત્ર અને ચૂંટણી પંચ સફાળુ જાગ્યું છે. પોલીસ દ્વારા તપાસના ધમધમાટ સાથે ખાંડા ખખડાવવાનું શરૂ કરી દેવાયું છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકે ચૂંટણીના સમયે દાહોદ જિલ્લામાં કથિત શરાબ સેવનની પ્રવૃત્તિ બાબતે લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષકને હકીકત ચકાસવા માટે તપાસ સોંપવામાં આવી હતી. વાયરલ થયેલા વિડીઓનું બારીકાઇ પૂર્વક નિરીક્ષણ કરી, તેના વિવિધ પાસાઓ તપાસી તેમાં થઇ રહેલી પ્રવૃત્તિ દાહોદ જિલ્લામાં જ થઇ છે કેમ?

તે ઉપરાંત તેમાં રહેલા વ્યક્તિની ઓળખ મેળવવાની બાબતો માટે ફોરેન્સીક નિષ્ણાંતોની ટિમ પણ કામે લગાવવામાં આવી છે. જો કે તંત્રએ ખાંડા ખખડાવતા જણાવ્યું કે, સંડોવાયેલા કોઇ પણ આરોપીઓને છોડવામાં નહી આવે અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

(12:26 am IST)