Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજ્યની 798 સરકારી તથા 1487 બિન સરકારી અનુદાનિત શાળાઓ છે ઇન્ટરનેટ સેવાથી વંચિત : ગ્રાન્ટ ફાળવવા નિર્ણંય

અમદાવાદ : રાજયની 943 સરકારી અને 3240 બિન સરકારી અનુદાનિત શાળાઓમાં અમર્યાદિત ઇન્ટરનેટ સેવા ભારત સંચાર નિગમ લીમીટેડ દ્વારા પ્રથમ તબક્કામાં પુરી પાડવામાં આવી છે અને 31 નવેમ્બર સુધીમાં 145 સરકારી અને 1753 બિન સરકારી અનુદાનિત શાળાઓમાં ઇન્ટરનેટ સેવા પુરી પાડી છે. આથી જે શાળાઓમાં ભારત સંચાર નિગમ લીમીટેડ ( BSNL ) સેવા પુરી પાડી શકી નથી તેવી 798 સરકારી અને 1487 બિન સરકારી અનુદાનિત શાળાઓને જે તે જિલ્લામાં સૌથી સારી ઇન્ટરનેટ સેવા પુરી પાડતી એજન્સી મારફતે શાળા કક્ષાએ સેવાઓ મેળવવાની ગ્રાન્ટ જે તે શાળાને ફાળવવાનો નિર્ણય કમિશ્નર ઓફ સ્કૂલ્સ દ્વારા કરવામાં આવ્યો છે.

  કમિશનર, શાળાઓની કચેરીના નાયબ નિયામકે રાજયના જિલ્લા શિક્ષણાધિકારીઓને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, આ યોજનામાં માત્ર સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો જ સમાવેશ કરવામાં આવશે. જો કોઇ કારણસર યાદીમાં/ યોજનામાં સમાવિષ્ટ શાળા બંધ થાય કે પછી બંધ હોય અથવા યોજનામાં જોડાવવા ન માંગતી હોય તેની જાણ તેના સ્થાને સમાવવાની થતી શાળની વિગતો શિક્ષણ વિભાગને કરવાની રહેશે

  આ યોજના અંતર્ગત શાળાઓમાં અમર્યાદિત ઇન્ટરનેટ કનેકશન ઇન્સ્ટોલ કરવા સહિત શાળા દીઠ માસિક મહત્તમ 1250 રૂપિયા ચૂકવી શકાશે. શાળા જે તે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં જે ઇન્ટરનેટ સેવા પ્રોવાઇડરની સર્વિસ સૌથી સારી હોય તેની પાસેથી મહત્તમ ખર્ચની મર્યાદામાં શાળાએ ઇન્ટરનેટ પ્લાન લેવાનો રહેશે. શાળા દ્વારા કોઇ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર પાસેથી ઇન્ટરનેટની સર્વિસ લીધા બાદ જો તેઓને ઇન્ટરનેટ સર્વિસ બાબતે ફરિયાદ હોય તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર બદલવા અંગેનો નિર્ણય લઇ શકશે. તેમ જ ઇન્ટરનેટ કનેકશન સંદર્ભે થતી તમામ સમસ્યાઓનું નિરાકરણ શાળાએ જ કરવાનું રહેશે. ઇન્ટરનેટ કનેક્ટિવીટી અંગેની લોગ બુક શાળાએ નિભાવવાની રહેશે. જેમાં શાળામાં જે દિવસે ઇન્ટરનેટ કનેક્ટિવીટી ખોરવાય તે તારીખની નોંધણી તેમ જ કમ્પલેઇન નંબર સહિતની નોંધ કરવાની રહેશે

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તેઓના જિલ્લાની શાળાઓના ઇન્ટરનેટ કનેકશન બાબતે તમામ વિગતો નિભાવવાની રહેશે. તેમ જ શાળાઓને નિયમિત ગ્રાન્ટની ચૂકવણી કરવાની રહેશે. આ અંગેનો ખર્ચ ઓડિટને આધિન રહેશે. શાળાએ આ યોજના હેઠળ કનેકશન લીધું છે કે કેમ તેની ચકાસણી ડીઇઓ કચેરી દ્વારા કરવાનું રહેશે. શાળાઓ દ્વારા શક્ય એટલા વધુ સર્વિસ પ્રોવાઇડર પાસેથી ભાવપત્રક મેળવ્યા બાદ સર્વિસને ધ્યાનમાં લઇને સર્વિસ પ્રોવાઇડરની સેવાઓ લેવી.

શાળામાં અમર્યાદિત ઇન્ટરનેટ સુવિધા શાળાના શૈક્ષણિક અને વહીવટી કાર્યો માટે પુરા પાડવામાં આવ્યા છે. આ કનેકશનનો ઉપયોગ વ્યવસાયિક કે અન્ય ખાનગી સંસ્થાના કે વ્યક્તિગત ઉપયોગ માટે ન થાય તેની તકેદારી જે તે શાળાના આચાર્યએ રાખવાની રહેશે. આવી કોઇ બાબત ધ્યાને આવશે તો તે શાળા વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે

જિલ્લાનું નામ સરકારી શાળા અનુદાનિત શાળાની સંખ્યા

અમદાવાદ ગ્રામ્ય 24 08

અમદાવાદ શહેર 00 06

અમરેલી 27 43

આણંદ 10 07

ભાવનગર 42 46

બોટાદ 13 09

દેવભૂમિ દ્રારકા 27 26

ગાંધીનગર 00 37

ગીર સોમનાથ 20 52

જૂનાગઢ 07 146

ખેડા 16 35

મહેસાણા 09 29

મોરબી 17 26

પાટણ 20 26

પોરબંદર 04 15

રાજકોટ 14 41

વડોદરા 09 36

કુલ 259 600

(12:34 am IST)
  • સુબ્રમણ્યમ સ્વામીના એક ટવીટે ખળભળાટ સર્જયો : ભાજપના સાંસદ શ્રી સુબ્રમણ્યમ સ્વામીએ તેના ટવીટર હેન્ડલ @swamy39 ઉપર ટવીટ કયુ છે આ ટવીટે ખળભળાટ મચાવ્યો છે. હજારો લાઇક અને રીટવીટ થઇ રહયા છે. ‘પીએમઓ’માં ઉચ્ચ સ્થાને બીરાજતા લોકોની નજીક રહેલ ભાજપના સભ્યએ લાલ કિલ્લાના ડ્રામામાં ઉશ્કેરણી સર્જનાર એજન્ટ તરીકે ભાગ ભજવ્યાની ભારે ચર્ચા છે, જે ‘‘ફેઇક પણ હોઇ શકે છે અથવા દુશ્મનોની ફેઇક આઇડી પણ હોઇ શકે છે. આ ચેક કરવા અને જણાવવા અપીલ કરું છું’’ access_time 12:30 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST

  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST