Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજ્યમાં કોરોના થાક્યો : વધુ 462 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 353 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 1 દર્દીનું મોત :મૃત્યુઆંક 4382 થયો : કુલ 2,51,862 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 3,787 લોકોને રસી અપાઈ : કુલ 95,909 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 75 કેસ, વડોદરામાં 75 કેસ, સુરતમાં 47 કેસ,રાજકોટમાં 64 કેસ,પંચમહાલ , ગાંધીનગર અને સાબરકાંઠામાં 9-9 કેસ,જૂનાગઢમાં 8 કેસ,મોરબીમાં 6 કેસ, જામનગરમાં 5 કેસ નોંધાયા :હાલમાં રાજ્યમાં 3976 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 353 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 462 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 353 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 462 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,51,862 દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 1 દર્દીનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4382 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 96,79 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, આજે કુલ 33 કેન્દ્રો ઉપર 3,787 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 95,909 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં હાલ 3976 એક્ટિવ કેસ છે. જેમાંથી 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 3933 દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયુ છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 353 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 75 કેસ, વડોદરામાં 75 કેસ, સુરતમાં 47 કેસ,રાજકોટમાં 64 કેસ,પંચમહાલ , ગાંધીનગર અને સાબરકાંઠામાં 9-9 કેસ,જૂનાગઢમાં 8 કેસ,મોરબીમાં 6 કેસ, જામનગરમાં 5 કેસ નોંધાયા છે

(7:49 pm IST)