Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

અમદાવાદમાં કેન્સરની બિમારીથી અનેક વેદનાઅો સહન કરનારા ૪૯ વર્ષના ગીતાબેનની ઍમ્બ્યુલન્સની અદ્ભૂત સેવા

અમદાવાદ: નારા તારા નવલા રૂપ તેવી એક ગુજરાતી કહેવત છે. કોરોના કાળણાં એક મહિલા નારાયણી બનીને ખડેપગે રહ્યા હતા. કોરોના સામેના યુદ્ધમાં એમ્બ્યુલન્સ હાંકથી સારથીની ભુમિકા અદા કરી રહ્યા છે. 49 વર્ષથા ગીતાબેન દર્દીઓને ત્વરિત સારવાર માટે પહોંચાડવાથી માંડીને મૃતકને સ્મશાન કે તેના ઘરે લઇ જવાની મહત્વની જવાબદારી નિભાવી હતી. કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. 15 વર્ષ પહેલા ગીતાબેનને કેન્સર થયું હતું અને આ કેન્સરની બીમારીના કારણે તેમણે અનેક વેદનાઓ સહન કરી હતી. આ તકલીફ અન્ય કોઇ વ્યક્તિને ન પડે તે માટે એમ્બ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું હતું.

અમદાવાદમાં રહેતા ગીતાબેન કોરોના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા લઇને દર્દીઓનાં ડેડ બોડી એટેન કરે છે. 15 વર્ષથી એમ્બ્યુલન્સ ચલાવતી મહિલાએ અત્યાર સુધી 5 હજારથી વધારે દર્દી તેમજ ડેડ બોડીને નિયમ સ્થળે પહોંચાડતા હતા. જો કે તેમનાં આ કામ સામે કેટલાક કથિત સમાજનાં રક્ષકો શંકાસ્પદ દ્રષ્ટીએ જોતા હોય છે. જો કે તેવા લોકો અને મહિલાઓ માટે આ ઉત્તમ ઉદહારણ છે. ગીતાબેન પુરોહિત છેલ્લા 15 વર્ષથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ  ચલાવે છે. ગુજરાતનાં દરેકે દરેક ખુણે તેઓ એમબ્યુલન્સ લઇને જાય છે.

ગીતા બહેન 24 કલાક સેવા માટે તત્પર રહે છે. 15 વર્ષથી સતત તેઓ આ કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 5 હજારથી વધારે લોકોની તેઓ સેવા કરી ચુક્યા છે. ગીતાબેન પુરોહિતે કહ્યું કે, આ એમ્બ્યુલન્સથી સામાજીક અને મારી આર્થિક જવાબદારી બંન્ને પુરી થાય છે. ગીતા બહેન પોતે પણ કેન્સરનાં દર્દી રહી ચુક્યા છે. કેન્સરમાંથી સાજા થયા બાત તેમણે નક્કી કર્યું કે મે જે કાંઇ પણ ભોગવ્યું તે અન્ય લોકોને ન ભોગવવું પડે તે માટે મે આ સેવાનું કાર્ય શરૂ કર્યું હતું.

(4:42 pm IST)