Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

વડોદરા બાયપાસ પાસે ટેન્કર અડફેટે બાઇકસવાર પતિ-પત્ની અને બાળકનું મોત : ત્રણ બાળકો ગંભીર

એક બાઇક પર પરિવારના છ સભ્યો સવાર હતાઃ ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા

રાજકોટઃ વડોદરા બાયપાસ પાસે બાઇક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક પર બેઠલા પતિ-પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે એક બાઇક પર પરિવારના ૬ સભ્યો સવાર હતા.

વડોદરામાં બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. ટેન્કર ચાલકે બાઈક સવારને અડફેટે લીધા હતા. બાઇક પર બેઠેલા પતિ-પત્ની અને બાળકનું મોત થયું છે. જ્યારે બીજા ત્રણ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, એક બાઈક પર પરિવારના ૬ સભ્યો સવાર હતા. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળે છે.

(3:41 pm IST)
  • IPLનું ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓકશન : આઈપીએલ ૨૦૨૧નું ઓકશન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે : મુંબઈ ઈન્ડિયન, ચેન્નાઈ, કોલકતા સહિત ૮ ટીમો તેમાં ભાગ લેશે : તાજેતરમાં જ દરેક ટીમોએ પોતાના ખેલાડીઓને રીલીઝ અને રીટર્ન કર્યા છે access_time 4:08 pm IST

  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST

  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST