Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ડો. ચંદ્રકાન્ત મહેતાને પદ્મશ્રી એવોર્ડ : ટીમ નરહરિ અમીન દ્વારા સન્માન

ગુજરાતના જાણીતા લેખક - સાહિત્યકાર અમદાવાદ સ્થિત ડો. ચંદ્રકાન્ત મહેતાને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થતા રાજ્યસભાના સભ્ય અને હીરામણિ શિક્ષણ સંકુલ પરિવારના વડાશ્રી નરહરિ અમીન અને તેમના સાથીદારો દ્વારા તેમના નિવાસસ્થાને જઇને સન્માન કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૨૭ : રાજ્યના સુપ્રસિધ્ધ સાહિત્યકાર - લેખક અને અમદાવાદના હીરામણિ શિક્ષણ સંકુલના ટ્રસ્ટી ડો. ચંદ્રકાન્ત મહેતાને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર આપવાનું જાહેર કરતા સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન અને તેમના સાથીદારોએ તેમના ઘરે જઇને સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે હીરામણિ પરિવારના શ્રી નરહરિ અમીન, શ્રીમતિ નીતાબેન અમીન, શ્રી વરૂણ અમીન, શ્રીમતી વિજુલબેન, પંકજ દેસાઇ, આર.સી.પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ૮૨ વર્ષના ડો. ચંદ્રકાન્ત મહેતાએ (મો. ૯૮૨૪૦ ૧૫૩૮૬) ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં ૧૭૦થી વધુ પુસ્તકો તેમજ ૫ હજારથી વધુ લેખો લખ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ૯ વિદ્યાર્થીઓએ ડોકટરેટની પદવી મેળવી છે. નિરક્ષર પ્રૌઢાને સાક્ષર બનાવવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. સામાજિક, શૈક્ષણિક, પત્રકારત્વ વગેરે ક્ષેત્રે ખૂબ નામના ધરાવે છે.

(12:01 pm IST)