Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા ચહેરાઓને ટિકિટ આપશે: અમિત ચાવડા

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસે પ્રમુખ અમિત ચાવડાએ ઉમેદવારોની પસંદગીને લઈને આજે મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ સજ્જ છે. તેમજ આ વખતે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા ચહેરાઓને 50 ટકા ટિકિટ આપશે.

(12:29 am IST)
  • દ્વારકા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો નોંધાતા ચકચાર:ભાણવડની વારીયા બાલમંદિરની ટ્રસ્ટની જગ્યામાં કબજો કરી ખંડણી માગનાર બે મહિલા સહિતના સામે ફરિયાદ કરાઈ હતી: ભાણવડ પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી access_time 7:10 pm IST

  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST