Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રાજ્યમાં કોરોના થાક્યો : વધુ 637 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 380 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 2 લોકોના મોત :મૃત્યુઆંક 4381 થયો : કુલ 2,51,400 લોકોએ કોરોનાને હરાવ્યો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 89 કેસ, સુરતમાં 81 કેસ,વડોદરામાં 85 કેસ, રાજકોટમાં 48 કેસ,ગાંધીનગરમાં 9 કેસ,જૂનાગઢમાં 7 કેસ,આણંદમાં 6 કેસ,ખેડા , ભાવનગર અને કચ્છમાં 5-5 કેસ નોંધાયા : હાલમાં રાજ્યમાં 4086 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 380 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 637 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 360 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 637 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,51,400 દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ  3 લોકોના  કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4381 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 96,74 થયો છે

   રાજ્યમાં હાલ 4086 એક્ટિવ કેસ છે. જેમાંથી 45 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 4041 દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 2 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 380 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 89 કેસ, સુરતમાં 81 કેસ,વડોદરામાં 85 કેસ, રાજકોટમાં 48 કેસ,ગાંધીનગરમાં 9 કેસ,જૂનાગઢમાં 7 કેસ,આણંદમાં 6 કેસ,ખેડા , ભાવનગર અને કચ્છમાં 5-5 કેસ નોંધાયા છે

(7:39 pm IST)