Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

કડી તાલુકાના થોળ ગામે ડુપ્લીકેટ બીડીમાં જુદી જુદી કંપનીના માર્કા લગાવી બજારમાં વેચાણ કરનાર શખ્સનો પર્દાફાશ :2.17 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો

કડી:તાલુકામાં થોળ ગામમાં આવેલી ઘઉ દળવાની ચક્કીના પ્લાન્ટની આડમાં ડુબલીકેટ  બીડીઓને જુદી જુદી કંપનીના માર્કા લગાવી હોલસેલ ભાવે બજારમાં વેચાણ કરવાના કૌભાડનો મહેસાણા એલસીબીએ પદાફાશ કર્યો હતો. અંગે પોલીસે  અમદાવાદના એક શખસ સામે ગુનો દાખલ કરી રૃ..૧૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મહેસાણા એલસીબીના પીએસઆઇ એસ.બી.ઝાલા સહિતનો સ્ટાફ કડી પંથકમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. વખતે હેડ કોન્ટેબલ શૈલેષકુમાર તેમજ અરવિંદકુમારને બાતમી મળી હતી કે અમદાવાદમાં રહેતો પટેલ રજનીકાંત દિનેશભાઇ નામનો શખસ થોળ ગામેથી અમદાવાદ જવાના માર્ગ ઉપર આવેલ માધવ એગ્રો ઇન્ટસ્ટ્રી ઘઉ દળવાની ચક્કીના પ્લાન્ટ કંપાઉન્ડમાં આવેલ મકાનમાં અલગ અલગ કંપનીની ડુપ્લીકેટ બીડીઓનું પેકીંગ બનાવી હોલસેલના ભાવે બજારમાં વેચાણ કરે છે. જેના આધારે એલસીબીની ટીમે સ્થળે ઓચિંતી રેડ કરી હતી. તપાસ દરમીયાન અહિંથી જસંવત છાપચારભાઇસંભાજીમયુર જેવી કંપનીના ડુપ્લીકેટ બીડીઓનો જથ્થો તેમજ લુઝ બીડીઓ મળી આવી હતી. જેથી પોલીસે અહીંથી બીડીઓની કપનીઓના સ્ટીકરો સહિત કુલ રૃપિયા ૨૧૭૨૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપી રજનીકાંત પટેલ વિરૃધ્ધ કોપીરાઇટ એકટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(4:59 pm IST)