Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

અમદાવાદમાં ગરીબોને સસ્તું અનાજ આપવાના ધંધામાં બરોબર કાળાબજાર કરનાર પોલીસના દરોડા:3500 કિલોનો જથ્થો ઝડપવામાં આવ્યો

અમદાવાદ:ગરીબોને સસ્તા ભાવે અપાતું અનાજ બારોબાર વેચવા માટે કાળા બજારીયાઓ સક્રિય બન્યા છે. કોરોના કાળમાંં ધંધા રોજગાર પડી ભાંડયા છે, તેવા સમયે ગરીબ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતી એટલી હદે કથડી છે કે બે ટંક ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. તેવા સંજાગોમાં કાળા બજારીઓ બેરોકટોક સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી રહ્યા છે, દાણીલીમડામાંથી ૩૫૦૦ કિલો ઘઉનો જથ્થો  પોલીસે પકડી પાડયો છે, પોલીસ તપાસમાં અનાજ બહેરામપુરાની સસ્તા અનાજની દુકાનમાંથી લાવીને સનાથલ ખાતે આવેલી ભોલેનાથ ફ્લોર મીલમાં વેચવા માટે જતા હતા. દાણીલીમડા પોલીસે વ્યાજબી ભાવના દુકાનદાર સહિત ચાર લોકો સામે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેનીય છે કે પૂર્વ વિસ્તારમાંથી છેલ્લા ત્રણ મહિનામાં કુલ ૨૩ હજાર કિલો અનાજનો જથ્થો પકડાયો છે.

  કેસની વિગત એવી છે કે   દાણીલીમડા પોલીસે ચોક્કસ બાતમી આધારે ગઇકાલે સાંજે  દાણીલીમડા ઢોર બજાર પાસેથી ટેમ્પો પકડયો હતો જેમાંથી રૃા. ૭૩,૫૦૦ની કિમતનો  ૩૫૦૦ કિલો ઘઉનો જથ્થો પકડી પાડયો હતો અને હાજર ચાર શખ્સો પાસે અનાજના જથ્થાના બીલ સહિત કોઇ પુરાવા મળ્યા હતા. જેને લઇને  દાણીલીમડા પોલીસે  ઘાટલોડિયા ચાણક્યપુરી પાસે રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ટેમ્પો ચાલક અરુણ પ્રભુદયાલ શર્મા અને  બહેરામપુરામાં ગુજરાતી શાળા નંબર ,૧૦ પાસે રાજુ એપાર્ટમેન્ટ નીચે ન્યુ પ્રકાશ ગ્રાહક સહકારી ભંડાર નામની  સસ્તા  ભાવની  દુકાન ધરાવતા  રાજેન્દ્રસિંહ રામસિંહ રાજપૂત તથા ચાંદલોડિયા ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા રાજકુમાર શાલીકરામ ગુપ્તા તેમજ સનાથલ ખાતે ભોલેનાથ ફ્લોર મીલના સંચાલક ભુરાભાઇ પ્રજાપતિ સામે ગુનો નોધ્યો હતો.

(4:56 pm IST)