Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રાજપીપળા નવદુર્ગા હાઇસ્કુલ ખાતે 11માં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ હોય નર્મદા જિલ્લા માં પણ તેની ઉજવણી થઈ જેમાં રાજપીપળા સરકારી ઓવરા નજીક આવેલી નોન ગ્રાન્ટેડ નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે પણ રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઈ જેમાં શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.ત્યારબાદ શાળાના આચાર્ય વિરલકુમાર પટેલએ મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીઓને ખાસ સંબોધન કર્યુ હતું.જ્યારે વિદ્યાર્થીઓ દ્રારા રાજપીપળાની જાહેર જનતાને કાર્ડનું વિતરણ કરી “મતદાન જાગૃતિ" નો પવિત્ર સંદેશ પાઠવ્યો હતો.

  વિદ્યાર્થીઓ કે જે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ પોતાના પરિવારના સભ્યોને મતદાન માટે જાગૃત કરશે અને પોતાના એક મતનું મહત્વ જણાવી પોતે પણ ભવિષ્યમાં પોતાના મતદાન માટે  જાગૃતિ કેળવશે.

(12:54 am IST)