Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ડેડીયાપાડા સુકાઆંબા ગામના વળાંકમાં ટેમ્પોએ મો.સા.ને ટક્કર મારતા બાળકનું મોત : બે લોકોને ગંભીર ઇજા પહોંચાડી

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના સુકાઆંબા ગામ જવાના ત્રણ રસ્તા પાસેના વળાંક માં ટેમ્પો ચાલકે મો.સા.સાથે અકસ્માત કરતા બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે એકને ગંભીર ઇજા પહોંચાડી હતી.

 પ્રાપ્ત માહિતી મુજબ રાયસિંગભાઈ ઉબડીયાભાઈ વસાવા(રહે. કુંડી આંબા,તા.ડેડિયાપાડા, જી.નર્મદા )તેમના પુત્ર અને મિત્ર સાથે જતા હતા ત્યારે અશોક લેલંડ ટેમ્પો રજી.નંબર MH-20-DE-6011 પુરઝડપે હંકારી લાવી મોટા સૂકા આમ્બા જવાના ત્રણ રસ્તા પાસેના વળાંકમા મોટર સાઈકલ નંબર GJ-22-6- 2179 સાથે એક્સિડેન્ટ કરી રાયસિંગ ભાઈના પુત્ર સુનિલનું મોત નિપજાવી તથા તેની સાથેના મનોજભાઈ અને અમીર ભાઈને ગંભીર ઈજાઓ પહોચાડી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(12:49 am IST)