Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

નવસારી જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર :પ્રમુખ તરીકે ભુરાભાઈ માણેકલાલ શાહની નિમણૂક

જિલ્લા ભાજપના પ્રમુખ સહિત 23 પદાધિકારીઓની જાહેરાત કરાઈ

નવસારી : ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા મહાનગરના આંતરિક સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં 6 જિલ્લાના મહાનગરની આંતરિક બોડી જાહેર કરાઈ છે. નવસારી જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર કરવામાં આવ્યું છે.

નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ સહિત 23 પદાધિકારીઓની જાહેરાત કરી છે. જિલ્લામાં પ્રમુખ તરીકે ભુરાભાઈ માણેકલાલ શાહની નિમણૂક કરવામાં આવી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપ દ્રારા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. આવતી કાલ સુધીમાં બાકીના જિલ્લા અને મહાનગરોની આંતરિક ટીમ પણ ભાજપ જાહેર કરશે.

(11:48 pm IST)
  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST

  • ૨૦૨૧માં હરિદ્વારમાં ઉતરાખંડ સરકાર દ્વારા આયોજીત મહાકુંભની તૈયારીઓનો રીપોર્ટ આપો : નૈનીતાલ હાઈકોર્ટ access_time 4:00 pm IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.35 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,822 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,64,820 થયો :એક્ટીવ કેસ 4,49,490 થયા: વધુ 36,582 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,77,986 રિકવર થયા :વધુ 502 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35,245 થયો access_time 12:04 am IST