Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ અને રાજપૂત સમાજનાપનોતા પુત્ર સ્વ.અલકેશ સિંહ ગોહિલની પ્રતિમાનું અનાવરણ કરાયું

સ્વ.અલકેશસિંહ જશવંતસિંહ ગોહિલએ પાલિકાના સુકાન દરમિયાન શહેર માટે અનેક વિકાસના કામો કર્યા હતા. સાથે રાજપૂત સમાજમાં પણ સારૂ યોગદાન આપ્યું હતું.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના શાસન દરમિયાન સતત શહેર માટે વિકાસના કામો કરી એક સારી છબી ધરાવતા સ્વ.અલકેશસિંહ ગોહિલનું હાલમાં અવસાન થતાં જ રાજપૂત સમાજ સહિત નગરમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી.દિવાળી ના પર્વ પહેલાજ આ દુઃખદ ઘટના બનતા રજપૂત ફળીયાના લોકો એ દિવાળીની રોશની કે ઘર બહાર દિવા ન કરી સાથે ફટાકડા પણ ન ફોડી શોકની લાગણી વ્યક્ત કરી હતી.
તેમની યાદમાં રાજપૂત સમાજ અને રાજપૂત યુવક મંડળ દ્વારા રાજપીપળા શહેરમાં પ્રતિમા મુકવાનું નક્કી થયા બાદ એક પ્રતિમા રાજપીપળા નગર પાલિકા કમ્પાઉન્ડ અને બીજી પ્રતિમા સૂર્ય દરવાજા ગેટ પાસે મુકવા આજે અનાવરણ કાર્યક્રમ યોજાયો જેમાં વિદ્વાન કથાકાર શ્રી વિરંચી પ્રસાદ શાસ્ત્રીજી અને વિદ્વાન સંત શ્રી સીધેશ્વર દાસજી સહિત મહારાજા રઘુવીરસિંહજી સહિતના મહાનુંભવો ઉપસ્થિત રહ્યા હતા.

(11:36 pm IST)