Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

વડોદરાના સોમા તળાવ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાનું બાળક ચોરી અન્ય મહિલા રફુચક્કર થઇ જતા ગુનો દાખલ

વડોદરા: શહેરના સોમા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી કલ્પના સુરેશભાઈ રાજપૂત અને મહિલા મજૂરી કામ કરે છે. ગત 20મી તારીખે તેને પ્રસુતિ માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 22મી તારીખે સવારે વાગ્યે બાળકીને જન્મ આપ્યો હતો. બે દિવસ પછી એટલે કે 24 તારીખે કલ્પનાબેને હોસ્પિટલમાંથી રજા આપતા કલ્પનાબેન અને તેની મમ્મી હોસ્પિટલની બહાર આવ્યા હતા અને તેમના પતિની રાહ જોઈને બાંકડા પર બેઠા હતા.

કલ્પનાબેનના પતિ થોડીવાર પછી આવતા રિક્ષાવાળા સાથે સો રૂપિયા ભાડું નક્કી કરીને સોમા તળાવ જવાનું કહ્યું હતું. તે દરમિયાન એક અજાણી મહિલા પણ મારે ઘરે જવું છે. તેમ કહી રીક્ષામાં બેઠી હતી. રિક્ષા ચાલકે કલ્પનાબેન તેના મમ્મીને સોમા તળાવ પાસે ઉતારી દીધા હતા જ્યારે કલ્યાણી મહિલાને લઈને તે આગળ નીકળી ગયો હતો

(6:00 pm IST)