Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

હિંમતનગરમાં બજાર 4 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે:15 દિવસ બજારનો સમય સવારે 8 થી 4 રાખવા બેઠકમાં લેવાયો નિર્ણંય

વિવિધ વેપારી એસો,ના સભ્યો ,ધારાસભ્યો અને અગ્રણીઓની બેઠકમાં પછી બજાર બંધ રાખવા નિર્ણંય

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાને લઇને સૌથી વધુ હાલત હિંમતનગરમાં બની છે ત્યારે વધતા જતા સંક્રમણને કાબૂમાં લેવા શહેરના વિવિધ વેપારી એસોસીએશનના સભ્યોની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજાઈ હતી ધારાસભ્ય, શહેરના વેપારી અગ્રણીઓની ચર્ચા વિચારણા બાદ તા.૨૬ નવેમ્બરથી તા.૧૦ મી ડિસેમ્બર સુધી દુકાનોનો સમય ૪ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો.
હિંમતનગર વેપારી એસોસીએશનના સભ્યોએ પાલિકાના અનુરોધ બાદ પાલિકા હોલમાં બેઠકનું આયોજન કરાયુ હતું. જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પાલિકા પ્રમુખ અનિરૂદ્ધ સોરઠીયા, ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા સહિત શહેરના વેપારીઓ અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા બાદ તા.૨૬ નવેમ્બરથી તા.૧૦ ડિસેમ્બરથી હિંમતનગરના બજારનો સમય સવારે ૮ થી સાંજના ૪ વાગ્યા સુધી રાખવાનું સ્વૈચ્છિક રીતે નક્કી કરાયુ છે.

(9:48 am IST)