Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

કોલેજોમાં દિવાળી વેકેશન લંબાવાયું : હવે 13 દિવસને બદલે 21 દિવસનું વેકેશન : શિક્ષણમંત્રી જીતુભાઇ વાધાણીનું ટ્વીટ

ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલી રજૂઆતને પગલે છેલ્લા બે દિવસથી ચાલતા 13 દિવસના વેકેશનને લંબાવવા નિર્ણય લેવાયો

અમદાવાદ : રાજ્યની કોલેજોમાં દિવાળી વેકેશન લંબાવાયું છે દિવાળી વેકેશન હવે 13 દિવસને બદલે 21 દિવસનું વેકેશન રહેશે તેમ શિક્ષણમંત્રી જીતુભાઇ વાધાણીએ ટ્વીટ કર્યું છે 

ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલી રજૂઆતને પગલે છેલ્લા બે દિવસથી ચાલતા 13 દિવસના દિવાળી વેકેશન હિન્દૂ ધર્મના સૌથી મોટા પારિવારિક તહેવાર હોવાથી દિવાળી વેકેશનને લંબાવવા નિર્ણય લેવાયો છે

 

(8:24 pm IST)