Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વડોદરાના નિઝામપુરામાં શાળામાં ચોરી થતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: શહેરના નિઝામપુરાની સંતોષી નગર સોસાયટીમાં રહેતાં લીલાબેન પટેલ છેલ્લા પાંચ વર્ષથી સયાજીપુરા ડ્રીમ વિલા સોસાયટીમાં રંગોલી પ્રિ સ્કુલ ચલાવે છે. ગત શનિવારે સ્કુલ બંધ કરીને પટાવાળા બેન ઘરે ગયા હતા. આજે સ્કૂલ ખૂલતાં સ્કૂલમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસને ચોરી અંગેની જાણ કરવામાં આવી છે. ચોર ટોળકી સ્કૂલમાંથી એલઇડી ટીવી, ડીવીડી પ્લેયર, લેપટોપ, સીસીટીવી ડીવીઆર મળીને 37500 રૂપિયાની મત્તા ચોરી ગઇ છે.

જ્યારે અન્ય એક બનાવમાં આજવા રોડ એકતાનગરમાં રહેતા અને કોર્પોરેશનના વોર્ડ નંબર 3માં હેલ્પર તરીકે નોકરી કરતાં હંસાબેન વાઘેલા તેમના પરિવાર સાથે આઠમ તહેવારની ઉજવણી માટે વતન બોટાદ ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના તાળા તોડી ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના, રૂપિયા 45હજાર ચોરી ગઇ હતી.

(6:44 pm IST)