Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સિસોદરા ગામે ગેરકાનૂની રેત ખનન રોકવા અને ખેડૂતોને નુકસાનની ચુકવવા આપ નાં ડો.પ્રફુલ વસાવાનું આવેદન

સિસોદરા ગામે ગેરકાનૂની રેત ખનન રોકવા અને ખેડૂતોને નુકસાનની ચુકવવા આપ નાં ડો.પ્રફુલ વસાવાનું આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સીસોદરા ગામથી પોઇચા સુધીનાં નર્મદા તટમાં હાલ બેફામ ગેરકાયદેસર રીતે રત ખનન ચાલી રહ્યું છે .ગુજરાત સરકાર દ્વારા નર્મદા તટમાં જે લીઝ ધારકોને રેતખનન ની પરમિશન આપી છે તેઓ ખુલ્લેઆમ બેરોકટોક પોતાનાં લીઝનાં પટ્ટામાંથી જ નહિં પરંતુ જ્યાં લીઝની પરમિશન પણ નથી તેવી જગ્યાએ થી રેત ખનન કરી રહ્યા છે .

 માં રેવા નર્મદા નદી માં ગેરકાયદેસરના હાઈ પમ્પિંગ સિસ્ટમ લગાડી રેત ખનન ચાલી રહ્યા છે . આ વિસ્તારમાં બેફામ ઓવરલોડ ટ્રક ચાલી રહ્યા છે . ટ્રક માં ઓવરલોડ રેત ભરવાં વજન કાંટા પર બિનકાયદેસર રેત નો સ્ટોક રાખવામાં આવે છે જ્યાં રેત ભરેલ ટ્રક ની રોયલ્ટી કાઢ્યાં બાદ તેમાં વધારાની રેત નાખી દેવામાં આવે છે .

 ગ્રામ વિસ્તારનાં પ્રધાનમંત્રી સડક યોજના વાળા રોડ પર ઓવરલોડ ૩૯ ટન થી વધુ વજન વાળી રેત ભરેલ ટ્રક અવરજવર કરતાં તમામ રોડ તુટી ગયાં છે જેથી ૨૦-૨૫ ગામો નું જનજીવન પર વિપરીત અસર પડી રહી છે . લોકો માનસિક તણાવ માં છે . રોયલ્ટી ધારકો અને ટ્રકો માલિકો ની મિલીભગત થી સાંજે ૬ વાગ્યા પછી પણ રેત ખનન બેરોકટોક ચાલે છે . ૬ વાગ્યા પછી ગેરકાનૂની રેત ની હેરાફેરી માટે વજન કાંટા પર થી ટ્રક વગર એડવાન્સ માં પહેલા થી રોયલ્ટી કાઢી રાખવામાં આવે છે . જેવી “ સસોદરા ગામજનોની ફરીયાદ છે ઓવરલોડ રેત ભરેલ ટક ને લીધે સિસોદરા વિસ્તારને જોડતાં તમામ રોડ કામ રવા કલેક્ટર કચેરી , રા પાપ અતિશય બિસ્માર હાલતમાં છે . સિંગલ રોડ પર બેફામ ઓવરલોડ રાહદારીઓ માટે , વિધાર્થીઓ માટે તમામ રોડ જોખમી બન્યાં છે .

આ વિસ્તારમાં કેળા- શેરડી તથા અન્ય પાક ની ખેતી બેફામ ચાલતી ટ્રક થી પ્રભાવિત થઈ રહી છે . રેત ખનન માટે બેફામ ચાલતી ટ્રકથી ધુળ માટી ઉડી ખેતરોમાં પડતાં ખેડૂતો પાયમાલ બન્યાં છે , રેત ખનન થી જે ખેડૂતો ને પાક નું નુકસાન થયું છે જેઓને ગુજરાત સરકાર તત્કાળ સર્વે કરાવી નુકશાની નું વળતર ચુકવે નર્મદા જિલ્લા પ્રશાસન સિસોદરા થી પોઇચા સુધી ચાલતાં ગેરકાનૂની રેતખનન રોકવામાં તદ્દન નિષ્ફળ ગયાં દધછે . લીઝ ધારકો ખુલ્લેઆમ નિયમો નું ઉલ્લંધન કરી રહ્યા છે . રાજકીય વગ ધરાવનારાં અને સરકારી બાબુઓની મિલીભગત થી રેત માફિયાઓ બેફામ બની રહ્યા છે જેનો ભોગ વિધાર્થીઓ , ખેડૂતો , રાહદારીઓ બની રહ્યા છે જેથી લોકહિતાર્થે પોઇચા થી સિસોદરા સુધી ની તમામ લીઝ બંધ કરવામાં આવે.

જો આપની કક્ષાએ થી ઉચિત કાર્યવાહી નહીં થાય તો અમો ને જન આંદોલન થકી સહવિનય કાનુન ભંગ કરી ગેરકાનૂની રેતખનન રોકવાની ફરજ પડશે તેમ ડૉ.પ્રફુલ વસાવા આમ આદમી પાર્ટી નાં નાંદોદ દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે.

 

(11:04 pm IST)