Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સુરત:નવાગામ ડિંડોલીમાં મધ્યરાત્રીએ બે યુવાનોએ જાહેરમાં ચપ્પુના ઘા જીકી હત્યા કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થયું

સુરત: શહેરના નવાગામ ડિંડોલીમાં મોડીરાત્રે બે યુવાનોએ જાહેરમાં યુવાનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી અન્ય યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.પોલીસને આશંકા છે કે બનાવ અંગત અદાવતમાં બન્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં નવાગામ ડિંડોલી અંબિકાનગર વિભાગ 1 પ્લોટ  નં.22,23 માં રહેતો 24 વર્ષીય શ્રમજીવી સંદીપ સુર્યનાથ રાય ગતરાત્રે મજૂરીકામ પરથી પરત ફરી ફ્રેશ થઈ શાકભાજી લેવા 11 વાગ્યે ત્રિપાઠી હોસ્પિટલથી રેલવે ટ્રેકની ગલીમાં ભરાતા શાકમાર્કેટમાં જતો હતો ત્યારે ત્રિપાઠી હોસ્પિટલની સામે બે યુવાન રાજા વર્મા સાથે ઝઘડો કરતા હતા. તે પૈકી એકે જીવણ માર આને કહેતા બીજાએ હું ચપ્પુથી મારું છું સંદીપ તું પણ માર આજે રાજા વર્માને પતાવી દઈએ.બાદમાં બંનેએ ચપ્પુ કાઢી રાજા વર્માને જમણા પગમાં જાંઘના ભાગે આગળ અને પાછળથી ચપ્પુના ઘા મારતા તે નીચે લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો. જાહેરમાં હુમલો થતા લોકો એકત્ર થયા હતા.આથી સંદીપે જીવણને આ પણ રાજાનો માણસ છે તેમ બૂમ પાડી કહેતા બંને સંદીપ રાયની પાછળ દોડતા તે રેલવે ટ્રેકની ગલીમાં દોડતા તેને ત્યાં આવી સંદીપે પગમાં ચપ્પુ માર્યું હતું.સંદીપ રાયે બુમાબુમ કરતા બંને ભાગી ગયા હતા.કોઈકે 108 ને જાણ કરતા રાજા વર્મા અને સંદીપને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જતા ડોકટરે રાજા વર્માને મૃત જાહેર કર્યો હતો.જયારે સંદીપ રાયને દાખલ કરતા ડિંડોલી પોલીસે તેની ફરિયાદના આધારે હત્યા, હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસને આશંકા છે કે બનાવ અંગત અદાવતમાં બન્યો છે.

(5:12 pm IST)