Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

વિદ્યાનગર પોલીસે બાતમીના આધારે બાકરોલ-વડતાલ નજીકથી સ્કૂલની બેગની આડમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી

આણંદ : વિદ્યાનગર પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે બાકરોલ-વડતાલ રોડ ઉપરથી સ્કુલ બેગની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થતા એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂની એક પેટી જપ્ત કરી ઝડપાયેલા શખ્સ વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

બાકરોલ-વડતાલ રોડ ઉપર આવેલ એક સોસાયટી પાસેથી એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થનાર હોવાની ગુપ્ત બાતમી વિદ્યાનગર પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે કલરવ સોસાયટી નજીક વોચ ગોઠવી હતી. દરમ્યાન એક શખ્સ ખભા ઉપર સ્કુલબેગ ભરવી જોળ કેનાલ તરફથી ચાલતા ચાલતા આવી રહ્યો હતો. જેથી પોલીસે શંકાના આધારે આ શખ્સને અટકાવી નામઠામ અંગે પૂછતા તે રાજેશભાઈ રમેશભાઈ ઝાલા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેની સ્કુલબેગની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની એક પેટી મળી આવી હતી. જેની અંદાજિત રૂા.૩૪૬૮ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ઝડપાયેલ શખ્સ વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:12 pm IST)