Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

એ- ૧ સુરેજા ઈન્‍ડસ્‍ટ્રીઝે દેશની પ્રથમ ઈ- બાઈક ‘એકસપ્‍લોઝિવ' માર્કેટમાં લોંચ કરી

(કેતન ખત્રી), અમદાવાદઃ અમદાવાદ સ્‍થિત એ-૧ એસિડ લિમિટેડ ગ્રૂપની એસોસિયેટ કંપની એ-૧ સુરેજા ઇન્‍ડસ્‍ટ્રીઝ તેની લોક-યિ ઇલેક્‍ટ્રિક મોટરસાઇકલ ‘એકસપ્‍લોઝિવ' નું અપગ્રેડ વર્ઝન ગુજરાત માર્કેટમાં રજૂ કરેલ છે.ભારત સરકારે ઇલેક્‍ટ્રિક વિહિકલને પ્રોત્‍સાહન આપવા સુઆયોજિત ઇવી પોલીસી લોંચ કરી છે. તેના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઇલેક્‍ટ્રિક વિહિકલના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. એ-૧ સુરેજા ઇન્‍ડસ્‍ટ્રીની વર્ષ ૨૦૦૬થી ઇલેક્‍ટ્રિક વિહિકલના ઉત્‍પાદનમાં કાર્યરત છે.સતત રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ કરી આધુનિક જરૂરિયાત મૂજબ આકર્ષક કલરોમાં ઉપલબ્‍ધ કરી રહ્યું છે. ગુજરાત ખાતે વિસોલ એસઆરપીએસ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી દરેક વિસ્‍તારમાં પ્રોડકટ ઉપલબ્‍ધ કરાવવાની યોજના કરેલ છે.
આ પ્રસંગે કંપનીના સ્‍થાપક તુષાર સુરેજા, હર્ષદ પટેલ અને ભરત કુમાર પટેલ, જીતેન્‍દ્ર પટેલે જણાવ્‍યું હતું કે, ભારત ઇલેક્‍ટ્રિક વિહિકલ માટે ખૂબજ વિશાળ અને જબરદસ્‍ત સંભાવનાઓ ધરાવતું માર્કેટ છે. હાલમાં આ માર્કેટ તેની વળદ્ધિના શરૂઆતી તબકકામાં છે. કેન્‍દ્ર સરકાર દ્વારા ઇવીને પ્રોત્‍સાહન માટે સંખ્‍યાબંધ પગલા ભરાતા અને ગ્રાહકોની જાગળતિમાં વધારો થતાં ઇલેક્‍ટ્રિક વિહિકલ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ માટે અપાર તકોનું સર્જન થયું હોવાનું જણાવેલ.

 

(3:52 pm IST)