Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

દિલ્હીની જેમ ગુજરાતમાં પણ દલિત સમાજ માટે 'જય ભીમ યોજના' લાગુ કરવામાં આવશે : આગામી એક વર્ષમાં ખાલી જગ્યાઓમાં ભરતી કરીશું : અરવિંદ કેજરીવાલ

ઇવીએમ પર જે પણ બટન છે તે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું નથી પરંતુ તમારા અને તમારા પરિવારના ભવિષ્યનું બટન છે : ભગવંત માન : 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ અમદાવાદમાં સફાઈ કર્મચારીઓના જનસંવાદને સંબોધિત કર્યો : ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરૂ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, યુથ પ્રેસિડેન્ટ ડો.પ્રવીણ રામ, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત

રાજકોટ તા.૨૫ : ઙ્ગઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એ અમદાવાદની મુલાકાત લીધી હતી.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, સરકારી શાળાઓ આટલું શાનદાર કરી દઈશું કે, તમારે એક પણ રૂપિયાની ફી નહીં ભરવી પડે. દિલ્હીમાં, અમે કોલેજમાં એક યોજના નિકાળી છેઙ્ગ 'જય ભીમ યોજના', આ યોજનામાં ૧૨મું પાસ કરનારા બાળકોએ એન્જિનિયરિંગની પરીક્ષા આપવી છે, જે બાળકોએ ગ્રેજયુએશન કર્યું છે તેઓએ IAS પરીક્ષા આપવી છે એમના માટે આ યોજના છે. આજકાલ કોચિંગ કરવું પડે છે, કોચિંગ વિના એડમિશન મળતું નથી. કોચિંગ માટે ત્રણથી ચાર લાખ રૂપીયા લાગે છે. અમે દિલ્હીમાં દલિત સમાજ માટે યોજના બનાવી છે. તમે કોચિંગમાં એડમિશન લો, તેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. ગત વર્ષે ૧૩૦૦૦ બાળકોએ આ યોજનાનો લાભ લીધો હતો. ઘણા બાળકો IAS, IPS બની ગયા. એન્જિનિયરિંગમાં ૧૩૦૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો. આ યોજનાનો અહીં લાગુ કરવામાં આવશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવત માનએ જણાવ્યું કે, જે ઉંમરમાં આજના યુવાનો પોતાના માતા-પિતા પાસે મોટરસાઇકલ માંગે છે, તે ઉંમરે ભગતસિંહ અંગ્રેજો પાસેથી પોતાનો દેશ માંગતાઙ્ગ હતા, તો આપણે ભગતસિંહના પગલે ચાલવાનું છે. ભગતસિંહે ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં ક્રાંતિ લાવી હતી, તેઓ અમારી જેમ સભાઓ કરી શકતા નહીં. અરવિંદ કેજરીવાલજી જે ક્રાંતિની વાત કરી રહ્યા છે તેમાં કોઈ ગોળી,બોમ્બ કામ નહીં કરે, અમે મતદાન મથક પર જઈને ઝાડુના બટન પર મતદાન કરીને ક્રાંતિ લાવવાની વાત કરી રહ્યા છીએ. તમારે એટલું યાદ રાખવાનું છે કે EVM પર જે પણ બટન છે તે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું નથી પરંતુ તે તમારા અને તમારા પરિવારના ભવિષ્યનું બટન છે, તે પ્રગતિનું બટન છે. જો તમે ખોટું બટન દબાવો છો, તો સમજો કે તમે તમારા પરિવારનું ભવિષ્ય ૫ વર્ષ માટે ગીરવે મુકી દીધું. અને જો સાચું બટન દબાવ્યું તો દિલ્હી અને પંજાબની જેમ તમારા પરિવારને પણ સારૃં ભવિષ્ય મળશે.
સફાઈકર્મીઓ સાથેના જનસંવાદના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, યુથ પ્રેસિડેન્ટ ડો.પ્રવીણ રામ, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

 

(12:37 pm IST)