Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ત્રણ બેઠક પર ઉમેદવાર જાહેર કરીને વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્‍યું

જમાલપુર ખાડિયાથી સાબિર કાબલીવાલાને ટિકિટ, દાણીલીમડા બેઠકથી કૌશિકા પરમારને ટિકિટ, સુરત પૂર્વથી વશીમ કુરૈશી AIMIMના ઉમેદવારનો સમાવેશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ હજુ જાહેર નથી થઈ પરંતુ રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પહેલા આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા હવે  અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી  AIMIM એ ગુજરાતમા 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આજે AIMIMએ ત્રણ બેઠક પર ઉમેદવાર જાહેર કરીને વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી દીધુ છે.

  1. જમાલપુર ખાડિયાથી સાબિર કાબલીવાલાને ટિકિટ
  2. દાણીલીમડા બેઠકથી કૌશિકા પરમારને ટિકિટ
  3. સુરત પૂર્વથી વશીમ કુરૈશી AIMIMના ઉમેદવાર
(12:16 pm IST)