Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

૧ ઓકટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જંગલ સફારી પાર્ક ખુલશે : ઓનલાઇન બુકીંગ

૩૭૫ એકરમાં ફેલાયેલ જંગલ સફારી પાર્કમાં ૬૨ જાતનાં કુલ, ૧૦૦૦ પ્રાણી-પક્ષીઓનો સમાવેશ

નર્મદા,તા.૨૬ : દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસી માટે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. જે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કોરોના કાળમાં છ મહીનાથી બંધ કરવામાં આવ્યું હતું પરંતુ હવે કોરોના નીતિ નિયમો સાથે એક ઓકટોબર, ૨૦૨૦થી પુનઃ શરૂ કરવામાં આવશે. ૩૭૫ એકરમાં ફેલાયેલ જંગલ સફારી પાર્કમાં ૬૨ જાતનાં કુલ ૧૦૦૦ પ્રાણી પક્ષીઓનો સમાવેશ થયો છે.

ત્યારે ૧ ઓકટોબરથી પ્રવાસીઓ માટે સફારી પાક  શરૂ થશે અને માત્ર ઓનલાઈન બુકીંગ કરાવનારને જ પ્રવેશ મળશે. એક કલાકમાં ૫૦ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. અત્રે ઉલ્લખનીય છે કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન સૌથી આશાસ્પદ પ્રોજેકટ જંગલ સફારી છે. ચાલુ વર્ષમાં જ સેંન્ટ્રલ ઝુ ઓથોરીટી, ન્યુ દીલ્હીની મંજૂરી બાદ વિશ્વકક્ષાનો સફારી પાર્ક પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે  ફેબ્રુઆરીમાં ખુલ્લો મુકાયો હતો.

પરંતુ  કોરોના કાળમાં સાવચેતી માટે સફારી પાર્ક માર્ચ મહીનાથી બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે લગભગ ૬ મહિના બાદ એક ઓકટોબરથી સફારી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવનાર છે. આ સફારી પાર્કમાં વાઘ સિંહ , ગેંડો, જીરાફ, ઝેબ્રા વિગેરે  દેશી વિદેશી જાનવરોને  જોવાનો લાભ લઇ શકશે.

એક ઓકટોબરથી શરૂ થનારા સફારી પાર્કમાં આવનાર પ્રવાસીઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને દરેકનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. સમય સવારના ૧૦થી સાંજના ૫ સુધીનો રહેશે. હાલમા ઓનલાઇન ટિકિટ બુકિંગ કરીને આવતા પ્રવાસીઓ પ્રવેશ મળશે ત્યાર બાદ સ્થિતિ જોયા બાદ ઓફલાઈન પણ શરૂ કરાશે.

ગુજરાત સહિત દેશમાં પ્રવાસન ધામો હજુ ખુલ્યા નથી ત્યારે દેશના પ્રવાસન ધામો અને ત્યાં ચાલતા હોટેલ ઉદ્યોગ અને સ્થાનિક રોજગારી હજુ પણ મુશ્કેલીમાં છે. અનલોક ૪ આવ્યા બાદ ઘણું બધું ખુલી ગયું છે. ત્યારે સિમેન્ટના જંગલો એટલે શહેરમાં રહીને કંટાળેલા લોકો હવે પ્રાકૃતિક વાતાવરણથી ભરપૂર જગ્યાએ જવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હાલ કુદરતી વાતાવરણથી ભરપૂર નર્મદા જિલ્લો સૌથી વધુ પ્રવાસીઓની પસંદગી બને છે. ત્યારે ઓકટોબર મહિનામાં કેવડિયાના ઘણા બધા પ્રોજેકટો ખૂલાવાના છે. ત્યારે કોરોનામાં સાવચેતી કેવી રાખવી કોવિડ-૧૯ની ગાઈડલાઈનને ફોલોઅપ કરી તમામ ટુરિસ્ટની સાવચેતી સહિત કેવી રીતે કામ કરવું જે અંગેની ચર્ચા માટે રાજયના ટુર એન્ડ ટ્રાવેલ્સના માલિકોનો એક સેમિનાર કેવડિયા નર્મદા ટેન્ટ સીટી-૨ ખાતે કરવામાં આવ્યો.

કોરોના કાળમાં આ ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાને ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. દેશના અને રાજયના તમામ પ્રવાસન ધામો ખોલવાની પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે. ત્યારે હવે અનલોક ૪ બાદ નર્મદા વિસ્તારમાં કુદરતી વાતાવરણને લઈને કેટલાય સાઈડ સીનોને લઈને પ્રવાસીઓ નર્મદામા આવી રહ્યા છે. ત્યારે રાજયના ટુર એન્ડ ટ્રાવેલ્સનું એક સેમિનાર કરી પ્રવાસીઓ ને સેફટી સાથે કુદરતી સૌંદર્ય બતાવી આ વિસ્તારને ધબકતો કરવાની કોશિશ કરી છે.અને જરૂરી કેટલા પેકજની પણ ચર્ચા કરવામાં આવી.

(2:58 pm IST)