Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપરની બાઉન્ડ્રી તોડીને BRTS બસસ્ટેન્ડ બનાવાશે

હવે બસ બારોબાર કમ્પાઉન્ડમાં અંદર આવ્યા વગર રોડ પરથી સીધી આગળ ચાલી જશે

અમદાવાદ:કોરોનાની મહામારી શરુ થયાના કેટલાક દિવસોમાં લોકડાઉન શરુ થતાની સાથે જ અમદાવાદ રેલ્વે સ્ટેશનને યાત્રીઓની સુવિધા માટે હાલમાં બ્યુટીફીકેશન કામ કરવામાં આવી રહ્યું છે. કાલુપુર રેલ્વે સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ્યાં રાષ્ટ્ર ધ્વજ નો થાંભલો લગાવેલો છે ત્યાં આગળ BRTS બસસ્ટેન્ડને ખસેડીને ત્યાં બનાવવામાં આવનાર છે. હાલમાં જ્યાં બસસ્ટેન્ડ છે ત્યાં BRTS બસ સ્ટેશનમાં અંદર આવીને બીજી બાજુથી બહાર નીકળી જાય છે તેની જગ્યાએ હવે બસ બારોબાર કમ્પાઉન્ડમાં અંદર આવ્યા વગર રોડ ઉપરથી સીધી આગળ ચાલી જશે. પેસેન્જરને બસસ્ટેન્ડથી રેલ્વે પ્લેટફોર્મ પર જવા માટે લગભગ 100 મીટર ચાલીને જવું પડશે. તેમ કહેવામાં આવી રહ્યું છે.

(1:48 pm IST)