Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

દર શુક્રવારે એક એપિસોડ રિલીઝ થશે

હેવમોરે મલ્હાર ઠાકર સાથે આઇસ્ક્રીમ અને ટ્રાવેલ ૫૨૭ એપિસોડની વેબ સિરીઝ શરૂ કરી

મુંબઇ, તા.૨૬:નવા નિયમો હવે સમયની જરૂરિયાત બની ગયા છે ત્યારે ભારતની અગ્રણી આઈસક્રીમ બ્રાન્ડ્સમાંથી એક હેવમોર આઈસક્રીમે લોકપ્રિય કલાકાર મલ્હાર ઠાકર સાથે સહયોગમાં તેની વેબ સિરીઝ 'હેવમોર પાસપોર્ટ'ના લોન્ચ પરથી પડદો ઊંચકી રહી છે. ૨૫મી સપ્ટેમ્બરથી આરંભ કરતાં વેબ સિરીઝની ટેગ લાઈન 'ખાતા જાઓ, ફરતા જાઓ' છે, જે દર્શકોને મલ્હાર તેની ફેવરીટ હેવમોર આઈસક્રીમ માણી રહ્યો છે તે સાથે સાત આંતરરાષ્ટ્રીય સ્થળોની વર્ચ્યુઅલ ટૂર પર લઈ જશે.

ગુજરાતવાસીઓ આઈસક્રીમ અને પ્રવાસમાં બહુ ઘેલા છે. આ વિચારને ધ્યાનમાં રાખીને હેવમોર આઈસક્રીમ વેબ સિરીઝ હેવમોર પાસપોર્ટ સાથે બંને વિશ્વનું શ્રેષ્ઠતમ લાવવા માટે ખુશી અનુભવી રહ્યું છે, જયાં દર્શકો તેમના મનગમતા કલાકાર મલ્હાર સાથે વર્ચ્યુઅલ ટૂર પર જઈ શકશે અને તેમની ભાવતી આઈસક્રીમ માણી શકે છે. હેવમોર પાસપોર્ટ સહભાગી કરતી પ્રાદેશિક કન્ટેન્ટ સાથેનો હળવોફૂલ અને ફીલ ગૂડ શો છે, જેમાં મલ્હાર તેના મિત્રોને મળે છે અને સાત નયનરમ્ય આંતરરાષ્ટ્રીય સ્થળોની વર્ચ્યુઅલ ટૂર પર જાય છે, જયાં તે તેની ફેવરીટ હેવમોર આઈસક્રીમ માણે છે.

આ અવસરે લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે હું હેવમોર આઈસક્રીમ સાથે સહભાગી થવામાં અને વેબ- સિરીઝનો હિસ્સો બનવામાં ખુશી અનુભવી રહ્યો છું. મને પ્રવાસ કરવાનું ગમે છે, મને આઈસક્રીમ ખાવાનું ગમે છે તે જોતાં આ સિરીઝ મારા મનની અત્યંત નજીક છે. મને ખાતરી છે કે દર્શકોને વાર્તા ગમશે અને મને તેનો હિસ્સો બનવાની મજા આવી તેટલી જ તેમને તે માણવાની મજા આવશે.

આ સિરીઝ ધ કોમેડી ફેકટરીના સહ- સ્થાપક મનન દેસાઈ દ્વારા લિખિત અને દિગ્દર્શિત છે અને સંકલ્પના સાઈડવેઝની છે. દરેક એપિસોડ છ મિનિટનો છે, જે સાત અલગ અલગ એપિસોડ્સમાં આંરરાષ્ટ્રીય સ્થળોની વર્ચ્યુઅલ ટૂર આપે છે, જે દરેક શુક્રવારે એક એપિસોડ રિલીઝ કરશે. પ્રથમ એપિસોડ હેવમોર યુટ્યુબ ચેનલ પર ૨૫ સપ્ટેમ્બરથી લાઈવ થયો હતો.

(1:08 pm IST)