Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો સરેરાશ અડધા થી 2 ઇંચ સુધીનો વરસાદ

વરસાદથી જનજીવન પ્રભાવિત: નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા .

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તાલુકાઓમાં સરેરાશ અડધા થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વાપી સહિતના તમામ તાલુકામાં ધીમીધારે વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

વલસાડ જિલ્લામાં અડધાથી 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેમાં ઉમરગામ તાલુકામાં 07 મીમી, કપરાડા તાલુકામાં 40 મીમી, ધરમપુર તાલુકામાં 44 મીમી,પારડીમાં 11 મીમી, વલસાડમાં 28 મીમી અને વાપી તાલુકામાં 15 મીમી વરસાદ વરસ્યો હોવાનું જિલ્લા કંટ્રોલરૂમ તરફથી જાણવા મળ્યું હતું.

(1:02 pm IST)