Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કપરાડામાં આત્મનિર્ભર લોન માટે આવકના દાખલા કઢાવવા તાલુકા પંચાયત કચેરીએ લોકોની ભારે ભીડ

ખેત મજૂરોને 35,000 ની લોનની જાહેરાત : ભીડથી સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ

વલસાડઃ ભારત સરકાર દ્વારા હાલમાં આત્મનિર્ભર લોન માટે ખેત મજૂરોને 35,000 ની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે કપરાડામાં પણ અનેક લોકો તેનો લાભ લેવા પડાપડી કરી રહ્યા છે, પરંતુ આત્મનિર્ભર લોન માટે કેટલાક નિયમો છે અને આ નિયમોમાં આવતા લોકોને જ તેનો લાભ મળી શકે તેમ છે પરંતુ તેમ છતાં પણ લોકોને નિયમોની જાણકારીના અભાવે લોકો આવકના દાખલા કઢાવવા માટે તાલુકા પંચાયત કચેરીએ લોકો ઉમટી રહ્યા છે. હાલમાં કોરોનાનો કાળ ચાલી રહ્યો છે તેમ છતાં પણ અહીં ભારે ભીડ અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવ મળી રહ્યો છે

લોકોને ખબર જ નથી કે, તેઓને આત્મનિર્ભર લોન મળવા પાત્ર છે કે નહીં. તેમ છતાં પણ લાંબા સાથે ટૂંકા જાય એ મુજબ એક ગામના 5 લોકો દોડ્યા એટલે અન્ય પણ તેમની પાછળ પાછળ તમામ કાગળો કરવા દોડી રહ્યા છે. આમ કપરાડા તાલુકા પંચાયત કચેરીએ સેંકડો લોકો છેલ્લા 1 અઠવાડિયાથી જાતિના દાખલા મેળવવા માટે કપરાડા તાલુકા પંચાયત કચેરીના ગેટ આગળ ઉભા રહે છેં અહીં ગેટ ઉપર એક મહિલા હોમગાર્ડ અને પુરુષ હોમગાર્ડ મુકવામાં આવ્યા છે. છતાં અહીં સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે.

(12:57 pm IST)