Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કોરોનાકાળમાં ભૂદેવોને પડેલી તકલીફ જણાવી બ્રાહ્મણ ધારાસભ્યોની મુખ્યપ્રધાન સમક્ષ આર્થિક સહાય માંગણી

ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની આગેવાનીમાં રજૂઆત

વડોદરાઃ બ્રાહ્મણોને સરકારી મદદ મળે તે મુજબની માગ છેલ્લા કેટલાક સમયથી પ્રબળ બની છે. ત્યારે  ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના છેલ્લા દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની આગેવાનીમાં બ્રાહ્મણ ધારાસભ્યોએ મુખ્યપ્રધાન સમક્ષ ભૂદેવોને પડી રહેલી તકલીફો જણાવીને, તેમને આર્થિક સહાય કરવામાં આવે તેવી માગ કરી છે.

આ અંગે મુખ્યપ્રધાને સકારાત્મક જવાબ આપ્યો હોવાનું તેમને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જ્યારે ગુજરાત સરકાર કોરોના સંક્રમણથી નુકસાન પામેલા નાના ધંધા-રોજગારને ફરી ઉભા કરવા ઓછા વ્યાજદરે લોન આપી રહી છે. ત્યારે તેવી લોન 2 ટકાના વ્યાજદરે બ્રાહ્મણોને મળે તેવી રજૂઆત મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી સમક્ષ કરવામાં આવી  હતી 

(12:27 pm IST)