Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ગુજરાતમાં ફરી હજારો વેપારીઓને GSTની નોટીસ

રૂપિયા જમા કરાવ્યા હોય કે સ્ટે હોય તેવા કિસ્સામાં પણ નોટિસો : નિયમિત GST રિટર્ન ફાઇલ કરતા વેપારીઓને પણ નોટીસ મળતાં વેપારીઓમાં ભારે નારાજગી

અમદાવાદ,તા. ૨૬: GST અમલને ચાર વર્ષ પૂરા થઇ રહ્યા છે તેમ છતાં GSTના સિસ્ટમ સેટ થતી નથી. વેપારીઓ તેથી પરેશાન થઈ રહ્યા છે. GST પોર્ટલ વર્ષના મોટા ભાગના દિવસોમાં બંધ હોવાથી વેપારીઓ રિટર્નફાઇલ કરી શકતા નથી. આટલું ઓછું હતું તેમ ટાર્ગેટ પૂરો કરવા માટે GST અધિકારીઓએ કડક ઉઘરાણી શરૂ કરી દીધી છે. જેમાં જે વેપારીઓ નિયમિત GST રિટર્ન ફાઈલ કરે છે અથવા તો ડિપાર્ટમેન્ટને ચૂકવવાના થતા નાણાં જે વેપારીઓ ચૂકવી દીધા છે તેમને પણ અધિકારીઓ દ્વારા આડેધડ નોટિસ ફટકારવામાં આવી રહી છે. તેથી પણ વેપારીઓ પરેશાન છે. એક જ પ્રકારની નોટિસ તેયાર કરી માત્ર વેપારીઓના નામ બદલી ડિપાર્ટમેન્ટ દ્વારા ઇશ્યૂ કરવામાં આવી રહી છે.

વેપારીઓ અને ટેકસ કન્સલ્ટન્ટની દલીલ છે કે અધિકારીઓ જો નોટિસ ફટકારતા પહેલા જે તે વેપારીનું સ્ટેટસ ચેક કરે તો પણ ઘણી રાહત થઇ જાય. અગાઉ પણ આ મુદે ટેકસ કન્સલ્ટન્ટ દ્વારા GST કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ૬૫૯૧ સિનિયર અધિકારીઓ દ્વાર સ્ટાફને ટાર્ગેટ પૂરો કરવા માટે કામે લાગી જવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેને પગલે GST વિભાગ દ્વારા વેપારીઓ પાસેથી કડક ઉઘરાણી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ મોબા ઈલ સ્કવોડને પણ ટાર્ગેટ આપી દેવામાં આવ્યા હોવાથી રોડ પરથી માલ ભરીને જતા વાહનોને કનડગત શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી GST અધિકારીઓ દ્વારા એક જ પ્રકારની નોટિસ તેયાર કરી તમામ વેપારીઓને GST ભરવાની થતી ચોક્કસ રકમ ભરી દેવા નોટિસ ફ્ટકારવામાં આવી રહી છે. હવે જે વેપારીઓને નોટિસ મળી રહી છે તે પૈકી જણા વેપારીઓને GST ભરવાના બાકી હશે પરંતુ મોટાભાગના વેપારીઓ એવા છે કે જેમણે GST પેટે ભરવાના થતા રૂપિયા ભરી દીધા છે અથવા તો જે-તે મેટર અંતર્ગત સ્ટે મેળવી લીધો છે. આવા વેપારીઓને પણ નોટિસ મળતાં તેઓ પરેશાન થઈ રહ્યા છે. બીજી તરક આ મુદ્દે જો વેપારીઓ રજૂઆત કરવા ડિપાર્ટમેન્ટમાં જાય તો અધિકારીઓ દ્વાર પૂરતો સ્ટાફ નહીં હોવાનું બહાનું કરી તેમની વાત ટાળી દેવામાં આવી રહી છે.

(10:39 am IST)