Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદ વરસશે

અમદાવાદ :  હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે.

(10:07 pm IST)