Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ગાંધીનગરમાં રામકથા મેદાનમાં “રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨”નું ત્રણ દિવસ આયોજન: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે ઉદ્ધઘાટન

પ્રદર્શનમાં ગુજરાતની કેસર, હાફુસ, રાજાપુરી, જામદર, તોતાપુરી, નીલમ, દશેરી અને લંગડો કેરી જોવા મળશે: પંજાબની ચૌસા અને માલ્દા, હરિયાણાની ફઝલી, ,રાજસ્થાનની બોમ્બે ગ્રીન, મહારાષ્ટ્રની પાયરી, કર્ણાટકની બંગનાપલ્લી અને મુળગોઆ કેરીનું વેચાણ કરાશે

 ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨નું આયોજન કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે ૨૭ મેના રોજ રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે

પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિતિ રહેશે.આ મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોની કેરીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. તારીખ ૨૭ થી ૨૯ મે સુધી ગાંધીનગરના સેકટર 11 માં આવેલા રામકથા મેદાનમાં “રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨”નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનમાં ગુજરાતની કેસર, હાફુસ, રાજાપુરી, જામદર, તોતાપુરી, નીલમ, દશેરી અને લંગડો કેરી જોવા મળશે.સાથે જ પંજાબની ચૌસા અને માલ્દા, હરિયાણાની ફઝલી, ,રાજસ્થાનની બોમ્બે ગ્રીન, મહારાષ્ટ્રની પાયરી, કર્ણાટકની બંગનાપલ્લી અને મુળગોઆ કેરીનું વેચાણ કરવામાં આવશે.સાથો સાથ આંધ્રપ્રદેશની સુવર્ણરેખા, મધ્યપ્રદેશની ફાઝી, પશ્ચિમ બંગાળની ગુલાબખસ અને હિમસાગર તેમજ બિહારની કિસનભોગ અને જર્દાલુ જેવી કેરીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે.

(12:15 am IST)